ETV Bharat / state

Surat News: કામરેજ તાલુકામાં નેશનલ હાઇવે ક્રોસ કરી રહેલા દીપડાને અજાણ્યા વાહને લીધો અડફેટે - leopard news

સુરતમાં કામરેજના ઘલા પાટીયા નજીક નેશનલ હાઇવે નં-48 ઉપર મોડી રાત્રે રોડ ઓળંગતા અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું ઘટના સ્થળે મોત થયું હતું. બનાવના પગલે હાઇવે ઉપર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

કામરેજ તાલુકામાં નેશનલ હાઇવે ક્રોસ કરી રહેલા દીપડાને અજાણ્યા વાહને અડફેટે લીધો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 29, 2023, 1:41 PM IST

કામરેજ તાલુકામાં નેશનલ હાઇવે ક્રોસ કરી રહેલા દીપડાને અજાણ્યા વાહને અડફેટે લીધો

સુરત: કામરેજ નજીક ઘલા પાટીયા પાસે ગત મોડી રાત્રે અડફેટે દીપડો આવી જતા મોત થયું હોવાનું સામે આવ્યું છે. ભરૂચથી સુરત વચ્ચેના મુખ્ય રસ્તા ઉપર અજાણ્યા વાહનની અડફેટે દીપડો આવી જતા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. નર દિપડાની ઉંમર છ થી સાત વર્ષની હોવાનું જાણવા મળી રહ્યું છે.

"બનાવને પગલે અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. મૃતક દીપડાનો કબજો લીધો હતો. તેઓને નજીકના પશુ દવાખાના લઈ જવામાં આવ્યો હતો. ત્યારે બાદ કામરેજના ખડસદ ગામે આવેલ વન વિભાગની નર્સરીમાં દીપડાનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા."-- પંકજભાઈ (કામરેજ વન વિભાગના આરએફઓ)

વાહન ચાલકોમાં ફફડાટ: હાઇવેના મુખ્ય રસ્તા ઉપર બનેલી ઘટનાના પગલે રસ્તા ઉપર પડેલા મૃત દિપડાને જોઇને હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં ઘલા ક્રોસિંગ ઉપર વાહન અડફેટે દીપડાનું મોત થવાની આ ત્રીજી ઘટના હોય અગાઉ પણ બે જેટલા દીપડા ઘલા ગામની સીમમાંથી આવી રસ્તો ઓળંગવા જતા હાઇવે ઉપર અજાણ્યા વાહનનો ભોગ બની મોતને ભેટ્યા હતા. બનાવની જાણ થતા વન વિભાગ સુત્રો હાઇવે ઉપર દોડી આવી મૃતક દિપડાનો કબ્જો લીધો હતો.

દીપડાના કારણે સુરતમાં બાળકનું મોત: સુરતના માંગરોળ તાલુકામાં તાજેતરમાં દીપડાના હુમલાનો બનાવ બન્યો હતો. જેમાં એક 11 વર્ષીય બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. જેના પગલે જિલ્લા વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ગત રાત્રે આ માનવભક્ષી દીપડો મારણની લાલચે પાંજરે પુરાયો હતો. માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગની ટીમે રાત દિવસ એક કર્યા હતા.

  1. Surat News : માંડવી તાલુકામાં સ્ટોન ક્વોરી વિસ્તારમાં પ્રવેશી દીપડા દ્વારા શ્વાનનો શિકાર, સીસીટીવીમાં ઝીલાઇ ઘટના
  2. Surat News : સુરતના અમરોલીમાં પહેલીવાર દીપડો દેખાતા કુતૂહલ, દીપડાની વસ્તી 105 સુધી પહોંચી ગઇ
  3. Vadodara News : ડભોઇના નાગડોલમાં ખેતરમાંથી મોંઢામાંથી લોહી નીકળેલી હાલતમાં દીપડાનો મૃતદેહ મળ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.