ETV Bharat / state

સુરતઃ બારડોલીમાં કોમ્પ્લેક્સ બાંધકામ સમયે માટી ધસી જતાં 3 મજૂરો દટાયા - Commercial Complex

સુરતના બારડોલીમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સના બાંધકામની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક માટી ધસી પડી હતી. જેમાં 3 મજૂરો દબાઈ જતાં ગંભીર ઇજા થઇ હતી. તમામને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બારડોલીમાં કોમ્પ્લેક્સ બાંધકામ સમયે માટી ધસી જતાં 3 મજૂરો દટાયા

author img

By

Published : Dec 23, 2020, 11:00 PM IST

  • બારડોલીમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સના બાંધકામ વખતે માટી ધસી પડતા મજૂરો દટાયા
  • સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરાયા
  • અરિહંત એસોશિએસના ભાગીદાર તરુણ અનિલ શાહ દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્સનુ બાંધકામ

સુરતઃ બારડોલીમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સના બાંધકામની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક માટી ધસી પડી હતી. જેમાં 3 મજૂરો દટાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તમામને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સ્થાનિકોએ તાત્કાલિક મજૂરોને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડયા

બારડોલી મોટા બજાર વિસ્તારમાં હનુમાન ગલીના નાકા પર કોમર્શિયલ કોમ્પ્લેક્સનના બાંધકામ દરમિયાન ફાઉન્ડેશન તૈયાર કરતી વખતે માટી ધસી જતાં ત્રણ મજૂરો દબાય ગયા હતા. સ્થાનિકોએ મજૂરોને તાત્કાલિક બહાર કાઢી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડયા હતા.

બારડોલીમાં કોમ્પ્લેક્સ બાંધકામ સમયે માટી ધસી જતાં 3 મજૂરો દટાયા
બારડોલીમાં કોમ્પ્લેક્સ બાંધકામ સમયે માટી ધસી જતાં 3 મજૂરો દટાયા

બિંબ કૉલમ ઊભા કરતી વખતે બની ઘટના

બારડોલીના મોટા બજાર વિસ્તારમાં હનુમાન ગલીના નાકા પર અરિહંત એસોશિએસના ભાગીદાર તરુણ અનિલ શાહ દ્વારા કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું હતુ. તેમાં ફાઉન્ડેશન તૈયાર કરવા માટે બિંબ કૉલમ ઊભા કરવામાં આવી રહ્યા હતા. તે સમયે ગલીના રોડની તદ્દન નજીકથી જ અચાનક માટી ધસી આવતા ત્યાં કામ કરી રહેલા 3 મજૂરો પપ્પુભાઈ ભાંભોરભાઈ ભૂરીયા તીર્થ ચંદુભાઈ દાયરા અને મોહન બુધા પટેલ માટીની નીચે દટાયા હતા.

આટલી મોટી ઘટના છતાં પોલીસ કે પાલિકા તંત્ર નહીં દેખાયું

આ માટી ધસવાની ઘટના બનતા બૂમાબૂમ થતાં જ આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને માટીમાં દટાએલા લોકોને ખસેડીને બહાર કાઢ્યા હતા. તમામને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પપ્પુભાઈ ભાંભોર ભૂરીયા અને મોહન બુધા પટેલને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. જ્યારે તીર્થને છાતી અને ચહેરાના ભાગે ગંભીર ઇજા થઈ હતી તેની સારવાર ચાલી રહી છે. આટલી મોટી ઘટના બાદ પણ પાલિકા કે પોલીસ તંત્ર સ્થળ પર પહોંચ્યું ન હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.