ETV Bharat / state

L એન્ડ Tએ સુરતમાં કોવિડ હોસ્પિટલમાં 24 વેન્ટિલેટર્સ દાન કર્યાં - દક્ષિણ ગુજરાત સમાચાર

વેન્ટિલેટર સપોર્ટની જરૂર ધરાવતા પોઝિટિવ કેસની સંખ્યામાં વધારાને જોતાં L એન્ડ Tએ દક્ષિણ ગુજરાતમાં સ્મિમેર, સિવિલ અને અન્ય કોવિડ 19 સમર્પિત હોસ્પિટલ્સને હાઇ એન્ડ વેન્ટિલેટર્સ પૂરા પાડ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં તબીબી ઉપકરણોની અછતને તાત્કાલિક દૂર કરવાના પ્રયાસરૂપે L એન્ડ Tએ 24 વેન્ટિલેટર્સની પ્રાપ્તિ કરીને સપ્લાય કર્યાં છે.

covid hospital
covid hospital
author img

By

Published : May 9, 2021, 10:04 PM IST

  • L એન્ડ Tએ 24 વેન્ટિલેટર્સની પ્રાપ્તિ કરીને સપ્લાય કર્યાં
  • એલાઇડ મેડિટેક 1700 વેન્ટિલેટર્સના 24 યુનિટ્સ ડિલિવર કર્યાં
  • તબીબી ઉપકરણો સાંસદ અને ગુજરાત બીજેપી અધ્યક્ષ સી.આર. પાટીલને સોંપાયા

સુરત : દક્ષિણ ગુજરાતમાં તબીબી ઉપકરણોની અછતને તાત્કાલિક દૂર કરવાના પ્રયાસરૂપે L એન્ડ Tએ 24 વેન્ટિલેટર્સની પ્રાપ્તિ કરીને સપ્લાય કર્યાં છે. વેન્ટિલેટર સપોર્ટની જરૂર ધરાવતા પોઝિટિવ કેસની સંખ્યામાં વધારાને જોતાં L એન્ડ Tએ દક્ષિણ ગુજરાતમાં સ્મિમેર, સિવિલ અને અન્ય કોવિડ-19 સમર્પિત હોસ્પિટલ્સને હાઇ-એન્ડ વેન્ટિલેટર્સ પૂરા પાડ્યાં છે. આ જરૂરી તબીબી ઉપકરણો સાંસદ અને ગુજરાત બીજેપી અધ્યક્ષ સી.આર. પાટીલને સોંપવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો - સુરતમાં કોરોનાના સંક્રમણને લઈને મનપા દ્વારા વોર રૂમ શરુ કરાયો

એલાઇડ મેડિટેક 1700 વેન્ટિલેટર્સના 24 યુનિટ્સ ડિલિવર કર્યાં

તબીબી માળખા અને ક્ષમતામાં તાત્કાલિક વધારો કરવા માટે એમ થેન્નારસને L એન્ડ Tને કોવિડ-19 સમર્પિત હોસ્પિટલ્સને હાઇ-એન્ડ વેન્ટિલેટર્સ પૂરા પાડવા વિનંતી કરી હતી. ગુજરાતમાં કોવિડ-19ની વિનાશક બીજી લહેર સામેની લડાઇમાં મદદરૂપ બનવા પોતાની પરોપકારી સેવાના ભાગરૂપે L એન્ડ T મેનેજમેન્ટે ABIPAP સાથે સ્ટેન્ડ અને એસેસરિઝ સહિતના એલાઇડ મેડિટેક 1700 વેન્ટિલેટર્સના 24 યુનિટ્સ ડિલિવર કર્યાં છે.

આ પણ વાંચો - સુરતમાં આઈસોલેશન સંગીત પ્રોગ્રામમાં 13 વર્ષીય નન્હે ઉસ્તાદની સાથે દર્દીઓ ઝૂમી ઉઠ્યા

ભારતની વિવિધ હોસ્પિટલ્સમાં 22 ઓક્સિજન જનરેટર્સની ડિલિવરી શરૂ કરશે

22 ઓક્સિજન જનરેટર્સની ડિલિવરી શરૂ કરશે. L એન્ડ Tએ વિવિધ પંચાયતોમાં માસ્કનું પણ વિતરણ કર્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં L એન્ડ Tએ જાહેર કર્યું હતું કે, તે ટૂંક સમયમાં તીવ્ર અછત ધરાવતા ભારતની વિવિધ હોસ્પિટલ્સમાં 22 ઓક્સિજન જનરેટર્સની ડિલિવરી શરૂ કરશે.

આ પણ વાંચો - સુરત ગ્રામીણ વિસ્તારમાં ઇન્જેક્શન અને વેક્સિનની અછત મામલે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.