- અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે સુરતના અજિત પટેલની જાહેરાત
- બાવડીયાએ પોતાના કાર્યકાળમાં સમાજને સમય આપી શક્યા નથી: અજીત પટેલ
- વનિયુક્ત પ્રમુખે પૂર્વ પ્રમુખ કુંવરજી બાવળીયા પર ગંભીર આક્ષેપો કર્યા
સુરત : અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે સુરતના અજિત પટેલની જાહેરાત થઇ છે, ત્યારે પદ સંભાળતાની સાથે જ નવનિયુક્ત પ્રમુખે પૂર્વ પ્રમુખ કુંવરજી બાવળીયા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓએ જણાવ્યું છે કે, બાવડીયાએ પોતાના કાર્યકાળમાં સમાજને સમય આપી શક્યા નથી. જેથી સમાજને યોગ્ય સ્થાન મળી શક્યું નથી. કોળી સમાજ પાટીદાર સમાજ કરતાં પણ કુંવરજી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા આ માટે તેમને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. સમાજને લઈ સ્થાન મળ્યું નથી. ETV Bharat સાથે અજિત પટેલે ખાસ વાંતચીત કરી હતી.
આ પણ વાંચો: અખિલ ભારતીય કોળી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ, કુંવરજી બાવળીયા રહ્યાં હાજર
અખિલ ભારતીય કોળી સમાજના નવનિયુક્ત અધ્યક્ષનો આક્ષેપ
કુંવરજી બાવળીયાએ સમાજના ભાગલા પાડ્યા છે. આ આક્ષેપ અખિલ ભારતીય કોળી સમાજના નવનિયુક્ત અધ્યક્ષ અજીત પટેલે લગાવ્યો હતો. નવનિયુક્ત પટેલ દ્વારા રાજ્ય સરકારના પ્રધાન અને કોળી સમાજના પૂર્વક રાષ્ટ્રીય પ્રમુખ કુંવરજી બાવળિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા તેઓ કોળી સમાજથી આવે છે. આ માટે આ પદ આપવામાં આવ્યું નથી. તેઓએ સમાજ માટે સમય કાઢી શક્યા નથી અને સમાજને તે પદ પણ આપી શક્યા નથી.
પાટીદાર સમાજ કરતા અમારો સમાજ મોટો છે
તેઓએ ETV Bharat ને જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ મુખ્યપ્રધાનની માંગણી કરી શકે છે. તો અમારો સમાજ તેનાથી મોટો છે. તેમ છતાં કેબિનેટ પ્રધાન કે અન્ય પદ પર સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળ્યું નથી અમારી માંગણી પૂર્ણ કરશે સમાજ તેની સાથે રહેશે. સમાજને કેબિનેટમાં સ્થાન મળેએ અમારી માંગણી રહેશે. ઉલ્લેખનીય છે કે, 1980માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને સુરતના ઓલપાડ વિધાનસભા બેઠકની ચૂંટણી પણ લડી ચૂક્યા છે જેમાં તેમણે હાર મળી હતી હાલ જ અજમેરમાં થયેલ બેઠકમાં તેમને અખિલ ભારતીય કોળી સમાજ અધ્યક્ષ તરીકે વરણી થઇ છે.