ETV Bharat / state

Surat News: સેલવાસથી અંકલેશ્વર લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો કોસંબા પોલીસે ઝડપી લીધો

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 7:12 AM IST

કોસંબા પોલીસે બાતમીના આધારે ધામણોદ નજીક હાઇવે પરથી રૂ.12.50 લાખનો ઇંગ્લિશ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ કરી દારૂનો જથ્થો મંગાવનાર લિસ્ટેડ બુટલેગર પિન્ટુ ભૈયાને વોન્ટેડ જાહેર કર્યો હતો.

kosamba-police-seized-the-quantity-of-foreign-liquor-being-taken-from-selvas-to-ankleshwar

દારૂનો જથ્થો કોસંબા પોલીસે ઝડપી લીધો

સુરત: કોસંબા પોલીસે ચોક્કસ બાતમીના આધારે સેલવાસથી ચિનાઈ માટીના વેસ્ટની આડમાં ભરવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વર પહોંચે એ પહેલાં જ ધામડોદ ગામની સીમમાં આવેલ મીના હોટેલ નજીકથી ઝડપી લીધો હતો. વિદેશી દારૂ, લેલેન્ડ ટેમ્પો મળી કુલ 27.88 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોની અટક કરી ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો
વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો

વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો: સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ જગ્યાઓ પર પ્રોહી-જુગારની પ્રવૃત્તિ ન થાય તે માટે સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા સુરત ગ્રામ્ય પોલીસને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. જેને પગલે કોસંબા પોલીસ PSI એમ.બી આહીર દ્વારા કોસંબા પોલીસને અલગ અલગ ટીમો બનાવી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમો પર નજર રાખવા જણાવ્યું હતું. કોસંબા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા હે.કો. હિમાંશુ રશ્મિકાંતભાઈ નાઓએ ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે એક અશોક લેલન્ડ કંપનીના ટેમ્પો (MH 03 DV 2770) મા ચિનાઈ માટીની આડમાં સેલવાસથી વિદેશીનો જથ્થો ભરવામાં આવ્યો છે. અંકલેશ્વર તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે કોસંબા પોલીસે ધામડોદ ગામની સીમમાં આવેલ મીના હોટેલ નજીક વોચ ગોઠવી દીધી હતી. બાતમી વાળો ટેમ્પો આવતા જ તેઓને અટકાવી ચેક કરવામાં આવતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

'સુરત જિલ્લામાં વિદેશી દારૂના ગેરકાયદેસર વેપલા સાથે સંકળાયેલા ઈસમો વિરૂદ્ધ નજર રાખવા અમને સૂચના મળી હતી. જેને લઇને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સેલવાસથી એક ટેમ્પા વિદેશી દારૂ ભરી અંકલેશ્વર તરફ જનાર છે. જે ચોક્કસ બાતમીના આધારે અમોએ વોચ ગોઠવી દીધી હતી. એક આ ટેમ્પાને ઝડપી લીધો હતો. આ ગુનામાં બે ઇસમોને ઝડપી ત્રણ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. એક વોન્ટેડ આરોપી વિરુદ્ધ કોસંબા પોલીસ મથક ખાતે ભૂતકાળમાં અનેક ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે.' -હેમાશું ભાઈ, હે.કો, કોસંબા પોલીસ મથક

પોલીસે 27.88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો: કોસંબા પોલીસે વિદેશી દારૂ,એશોલ લેલેન્ડ ટેમ્પો, રોકડ, મોબાઈલ, તાડપત્રી મળી કુલ 27.88 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજકુમાર યાદવ અને હરીવંશ પાંડેની અટક કરી અને ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  1. Gujarat Drugs News: ગાંધીનું નશામુકત ગુજરાત હવે માદક દ્રવ્યોના સેવન, વેપાર અને હેરાફેરી માટે મુખ્ય મથક બનતું જાય છે
  2. Ahmedabad Drug Case : અમદાવાદમાં ડ્રગ પેડલર્સનો પગપેસારો, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.