ETV Bharat / state

ગાંધી સંદેશ યાત્રામાં કોંગી કાર્યકરો હેલ્મેટના નિયમનો સવિનય કાનૂન ભંગ કરશે: પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ - helmet rules in surat

સુરત: ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ચાર વિધાનસભા સીટો માટે પેટા ચૂંટણી કરવા અંગે જાહેરાત થઇ છે. જે સંદર્ભ સુરતની મુલાકાતે આવેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નારાજગી વ્યક્ત કરી હતી. જેમ ગાંધીજીએ અંગ્રેજોની સામે સવિનય કાનૂન ભંગ કર્યો હતો. તેવી રીતે આ ગાંધી સંદેશ યાત્રામાં મોટરબાઈક સાથે જોડાયેલા કાર્યકરો હેલ્મેટ પહેરવાના નિયમનો સવિનય કાનૂન ભંગ કરશે તેવું જણાવ્યું હતું.

etv bharat surat
author img

By

Published : Sep 21, 2019, 11:04 PM IST

ચૂંટણી પંચ દ્વારા સાત પૈકી ચાર વિધાનસભા બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરવાને લઈ ચૂંટણીપંચ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સવાલ ઉભા કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે ચારેય સીટો પર ચૂંટણી લડવા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આજે પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. ગુજરાતની પ્રજા ત્રસ્ત છે. આ સીટ કોંગ્રેસને આશીર્વાદ રૂપે મળશે. જેથી ચૂંટણી પંચે ચાર સીટો પર ચૂંટણીની જાહેરાત કરી છે. સાત સીટો પર જીત મેળવવા માટે કોંગ્રેસના કાર્યકરો મહેનત કરી રહ્યા છે. કેટલાક લોકો પોતાના સ્વાર્થ ખાતર પક્ષ પલટો કર્યો છે. પરંતુ, તેનાથી કોંગ્રેસને કોઈ ફરક પડવાનો નથી.

ગાંધી સંદેશ યાત્રામાં કોંગી કાર્યકરો હેલ્મેટના નિયમનો સવિનય કાનૂન ભંગ કરશે: પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ

સુરતમાં ગાંધી સંદેશ યાત્રા 27મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલવાની છે. જેની હાલ તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કાર્યકરોને મળવા અમિત ચાવડા પહોંચ્યા હતા. ત્યાં તેઓએ જણાવ્યું હતું કે, ટ્રાફિકના નવા નિયમોને લઈ પ્રજા હેરાન છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર અહંમમાં છે. સરકારે જે મોટર વ્હીકલ એકટને લઈ પ્રજાને લૂંટવાનો પ્રયાસ કર્યો છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવા આ યાત્રા દરમિયાન ગોડસેની વિચારધારાવાળી સરકારની સામે સવિનય કાનૂન ભંગ કરવામાં આવશે.

વધુમાં જણાવ્યું કે, આ યાત્રામાં મોટર વ્હીકલ એકટનું પાલન કરવામાં નહી આવે. તેમજ આ યાત્રામાં મોટરબાઈક સાથે જોડાયેલા કાર્યકરો હેલ્મેટ પહેરવાના નિયમનો સવિનય કાનૂન ભંગ કરશે. જેમ ગાંધીજીએ અંગ્રેજોની સામે સવિનય કાનૂન ભંગ કર્યો હતો. તેવી જ રીતે કાર્યકરો હેલ્મેટનો સવિનય કાનૂન ભંગ કરશે. ભાજપ સરકાર નવા ટ્રાફિક કાયદાઓથી પોતાનો ખજાનો ભરવા લાગી છે. જયારે પ્રજા હેરાન થઈ રહી છે. અમે પ્રજાની સાથે છીએ. ગાંધી સંદેશ યાત્રા દાંડીથી સાબરમતી અને પોરબંદરથી સાબરમતી સુધી એમ બે યાત્રા યોજાવાની છે.

Intro:સુરત : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે સુરતની મુલાકાતે હતા જ્યાં તેઓએ ગાંધી સંદેશ યાત્રામાં મોટરબાઈક સાથે જોડાયેલા કાર્યકરો હેલ્મેટ પહેરવાના નિયમનો સવિનય કાનૂન ભંગ કરશે એવી જાહેરાત કરી હતી..

Body:ગાંધી સંદેશ ની યાત્રા 27 મી સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી ચાલશે.જેની તૈયારીઓ માટે આજે કાર્યકરોથી મળવા આજે અમિત ચાવડા સુરત આવ્યા હતા.તેઓએ જણાવ્યું હતું કે ટ્રાફિક ના નવા નિયમો ને લઈ પ્રજા ટ્રસ્ટ છે..કેન્દ્ર અને રાજ્ય સરકાર અહંમ માં છે..સરકારે જે મોટર વ્હીકલ એકટ ને લઈ પ્રજાને લૂંટવાનો પ્રયાસ કર્યો છે,પ્રજાના પ્રશ્નો ને વાચા આપવા યાત્રા દરમ્યાન ગોડસે ની વિચારધારાવાળી સરકારની સામે સવિનય કાનૂન ભંગ કરવામાં આવશે..અમિત ચાવડાએ જણાવ્યું કે આ યાત્રામાં મોટર વ્હીકલ એકટ નું પાલન કરવામાં આવશે નહીં અને હેલ્મેટ પહેરશે નહીં...

Conclusion:અમિત ચાવડાએ ટ્રાફિક નિયમો અંગે નિવેદન આપતાં કહ્યું કે,ગાંધી સંદેશ યાત્રામાં મોટરબાઈક સાથે જોડાયેલા કાર્યકરો હેલ્મેટ પહેરવાના નિયમનો સવિનય કાનૂન ભંગ કરશે, જેમ ગાંધીજીએ અંગ્રેજોની સામે સવિનય કાનૂન ભંગ કર્યો હતો તેવી જ રીતે સવિનય કાનૂન ભંગ કરશે.નવા ટ્રાફિક કાયદાઓ સરકારે પોતાનો ખજાનો ભરવા માટે ભાજપ સરકાર લાવી છે, પ્રજા હેરાન થઈ રહી છે અમે પ્રજાની સાથે છીએ.ગાંધી સંદેશ યાત્રા દાંડી થી સાબરમતી અને પોરબંદર થી સાબરમતી સુધી એમ બે યાત્રા યોજાશે.

બાઈટ : અમિત ચાવડા (પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.