વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું શહેર એટલે સુરત. આ શહેરે અન્ય રાજ્યોના લોકો જ નહીં પણ વિશ્વમાં રહેતા લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. એ ભલે ટેક્સટાઇલ ઉદ્યોગ હોય કે ડાયમંડ ઉદ્યોગ પોતાના આ ઉદ્યોગોને કારણે આજે સુરતને લોકો ગુજરાતની આર્થિક પાટનગર તરીકે પણ ઓળખે છે. બંને ઉદ્યોગની વાત કરીએ તો ભલે તેજી હોય કે મંદી આ બન્ને ઉદ્યોગના લોકોએ હંમેશાથી ભાજપ તરફી મતદાન કર્યું છે. આજ કારણ છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી અહીં લોકસભા બેઠકમાં ભાજપનો દબદબો રહ્યો છે. ખુશમિજાજી સુરતીઓ છેલ્લા 30 વર્ષથી ભાજપના ઉમેદવારને ચૂંટીને સંસદમાં મોકલે છે. છેલ્લી બે ટર્મથી ભાજપની ઉમેદવાર દર્શના જારદોશને જીતાડતા આવ્યા છે. તેમને ત્રીજી વાર ભાજપે રિપીટ કર્યા છે. ભાજપે આ વખતે ફરીથી દર્શના જરદોશ ઉપર પોતાનો વિશ્વાસ બતાવ્યો છે.
છેલ્લી ટર્મથી ભાજપ તરફથી વિજય બનેલા દર્શના જરદોષ મૂળ સુરતી છે. સંગઠનથી લઈ કોર્પોરેટર સુધીની સફર કરનાર દર્શના જરદોશને વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પાંચ લાખની લીડ મેળવી હતી. ભાજપ માટે સૌથી સેફ સીટ ગણાતી સુરતમાં કોંગ્રેસ તરફથી અશોક આધેવાડને ટિકિટ આપવામાં આવી અને પાટીદાર સમાજ પર ભરોસો મૂક્યો છે. ભાવનગરના યુવા ચહેરા અશોક સાંસપરાને ટીકીટ આપી ભાજપને પડકાર ફેંક્યો છે. અશોક સાંસપરા મૂળભૂત રીતે કોંગ્રેસી છે, અને પાછલી બે ટર્મથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી તરીકે કાર્યરત છે. આ ઉપરાંત યુવક કોંગ્રેસ સાથે પણ ઘનિષ્ટ સંપર્ક અને સંગઠન ધરાવે છે.
ભાજપના પાસા..
- સુરતમાં છેલ્લા ઘણા વર્ષમાં વિકાસના કામો ઝડપથી થયા છે, સુરત શહેરમાં વિકાસનો મુદ્દો પ્રથમ રહેશે.
- વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ અને અંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીના અનેક પ્રોજેક્ટ મોદી સરકાર દ્વારા લીલીઝંડી આપવામાં આવી છે.
- વર્ષ 2014માં મોદી લહેરના કારણે અહીં ભાજપના ઉમેદવાર દર્શના જરદોશે પાંચ લાખની લીડ મેળવી હતી.
- કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકનો મુદ્દો મહત્વનો રહેશે.
- વિધાનસભા ચૂંટણીમાં પણ નોટબંધી અને જીએસટીની અસર જોવા મળી નહોતી. સુરતની કુલ 7 વિધાનસભા બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો હતો.
- પાટીદાર આંદોલનનું એપી સેન્ટર બની ગયેલ સુરતમા પાટીદારોએ પણ ભાજપને આંદોલન વખતે સમર્થન કરી સુરતની બધી 12 સીટો પર ભવ્ય વિજય અપાવ્યો હતો.
- ભાજપની મહિલા સાંસદ ઉપર પોતાના દસ વર્ષના કાર્યકાળમાં એક પણ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો નથી.
- જોકે લોકો દર્શના જરદોશથી નારાજ છે, તેમની ઉપર આરોપ છે કે, કેટલાક વિસ્તારોમાં તેઓ પાંચ વર્ષ સુધી જોવા મળ્યા નહોતા.
કોંગ્રેસ પાસા...
- ટેકસ્ટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ હોવા છતાં રોજગારીનો પ્રશ્ન કોંગ્રેસ પાસે મુખ્ય મુદ્દો રહેશે.
- જીએસટીના કારણે અત્યાર સુધી કેટલાક વેપારીઓએ પોતાનો વેપાર બંધ કરી દીધો છે.
- વિવર્સને 2 હજાર કરોડ રૂપિયાની સબસિડી અત્યાર સુધી કેન્દ્ર સરકાર તરફથી મળી નથી.
- મંદીના કારણે હીરા ઉદ્યોગથી રત્નકલાકારો હિજરત કરી રહ્યા છે, અથવા તો કારખાના માંથી કાઢી મૂકવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા તેમના માટે કોઈ યોગ્ય પોલિસી બનાવવામાં આવી નથી.
- પોતાના ઉમેદવાર અશોકને દર્શના જરદોશ સામે મેદાનમાં ઉતારી પાટીદાર મતોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે અને તેમા પણ ખાસ ભાવનગરના પાટીદારોને.
- કોંગ્રેસ સુરતમાં પાટીદાર આંદોલન વખતે પોલીસ દમનની યાદ સમાજના લોકોને કરાવશે.
- હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા પછી પાટીદાર સમાજના લોકો કોંગ્રેસને મત આપે એવી કોંગ્રેસને સુરતમાં આશા છે.