સુરત: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે. મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં ભારે વરસાદ નોંધાતા પાણીની આવકમાં સતત વધારો થયો છે. જેના કારણે ઉકાઈ ડેમ ભયજનક સપાટી નજીક પહોંચી છે. આજ કારણ છે કે સપાટી જાળવી રાખવા હાલ સવા બે લાખથી પણ વધુ પાણી છોડવાનો પ્રારંભ કરાયો છે. એટલું જ નહીં સુરત શહેર અને તાપી જિલ્લાના 30 જેટલા ગામોને 17 રહેવા ચેતવણી પણ આપવામાં આવી છે. હાલ ઉકાઈ ડેમના 15 જેટલા દરવાજા ખુલ્લા મુકાયા છે. બાજુ સુરત જિલ્લાના માંડવી તાલુકા ખાતે આવેલા કાકરાપાર ડેમ ઓવરફ્લો થતાં પણ તંત્ર એલર્ટ છે. સીઝનમાં પહેલી વાર કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ રૂલ લેવલ સપાટી 160 ફૂટ છે. જ્યારે હાલની સપાટી 171 ફૂટ નોંધાય છે.
ઉકાઈ ડેમની સપાટીમાં 24 કલાકમાં 4 ફૂટ વધારો: સુરત અને તાપી જિલ્લાના નદી કિનારે અડીને આવેલા આશરે 30 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. ખાસ કરીને કાકરાપાર, વેરેઠ, ભલાલ તીર્થ નાનીચેર, મોટીચેર, વાઘનેરા, જેતપુર, કોસાડી, ઉન ઉમરસાડી, કમલાપુર, પાટણા, વળેલી, બોધન સહિતના અનેક ગામોને એલર્ટ કરાયા છે. વરસાદ પડવાના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી ગઈ છે. તારીખ 17 મી સપ્ટેમ્બરના રોજ રાત્રે 10 વાગે ઉકાઈ ડેમમાં 5.34 લાખ ક્યુસેક પાણીની આવકથી તંત્ર એલર્ટ થઈ ગયું છે.
હથનુર ડેમની સપાટી વધી: ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થતાં હાલ તાપી નદીમાં 29,73,700 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે તાપી નદીના સ્તરમાં પણ વધારો થતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ દોડતું થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં 4 ફૂટ ઉકાઈ ડેમની સપાટી વધી છે.