સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સત્તાના આ રણમેદાનમાં પોતાના સોગઠાં ખેલવા દરેક રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી માટે મતદાન થનાર છે. ભાજપ દ્વારા ચૂંટણી મહાઅભિયાનનો આરંભ થઈ ચૂક્યો છે. અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનો અને કેન્દ્રીય નેતાઓ(Chief Ministers and Central Leaders) ગુજરાતની મુલાકાતે છે અને પૂરી તાકાત સાથે પ્રથમ તબક્કાની 89 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ(National President of BJP) જેપી નડ્ડાએ સુરતમાં જનસભા ગજવી હતી.
કોંગ્રેસની 'ભારત તોડો' યાત્રા: જેપી નડ્ડાએ સંબોધન દરમિયાન તેમણે વીર સાવરકર સામેની ટિપ્પણી અંગે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે "ગઈકાલે જ રાહુલ ગાંધીએ સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર વિરુદ્ધ નિંદાકારક નિવેદન આપ્યું હતું. આ બતાવે છે કે તેમની વિચારસરણી શું છે. તેઓ ભારત જોડો યાત્રા કરીને ભારતને એક કરવા માટે નહિ, પરંતુ તેને તોડવા માટે બહાર આવ્યા છે. વિકાસ અમારી સાથે જોડાયેલો છે. કોંગ્રેસ હંમેશા દેશને તોડવાનું કામ કરે છે. રાહુલ ગાંધી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં પણ ગયા અને સંસદ હુમલાના માસ્ટરમાઇન્ડ અફઝલ ગુરુને ફાંસી આપવાનો વિરોધ કરનારાઓ સાથે ઉભા રહ્યા,"
તમામ પક્ષોએ વોટબેંકની રાજનીતિ કરી: જેપી નડ્ડાએ આરોપ લગાવ્યો કે "દેશના તમામ પક્ષોએ વોટબેંકની રાજનીતિ કરી અને દેશના લોકોને જાતિ અને ધર્મમાં વહેંચવાનું કામ કર્યું. જ્યારે માત્ર ભાજપે ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ’ના મંત્ર પર કામ કર્યું. ઉપરાંત તેમણે જન ધન યોજનાને લઈને કોંગ્રેસ પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું કે જ્યારે ભાજપ "જન ધન ખાતું" ખોલતી હતી ત્યારે કોંગ્રેસ અમારી મજાક ઉડાવતી હતી. પરંતુ આજે 47 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. ખાતું ખોલ્યા પછી મોદીજીએ કોરોના દરમિયાન 20 કરોડ મહિલાઓના ખાતામાં 3 મહિના માટે 500-500 રૂપિયા સીધા ટ્રાન્સફર કર્યા હતા. 1960માં જવાહરલાલ નેહરુએ દેશમાં માત્ર 1 એઈમ્સ બનાવી હતી. અટલજીએ 6 એઈમ્સ બનાવી હતી અને આજે મોદીજીએ 15 એઈમ્સ બનાવી છે. 200 નવી મેડિકલ કોલેજો ખોલી છે. મોદી સરકાર દરમિયાન વિકાસના નવા આયામો લખાઈ રહ્યા છે."