ETV Bharat / state

રત્ન કલાકારો અને પરપ્રાંતીય શ્રમિકો પાસે રેપીડ ટેસ્ટનો ચાર્જ નહીં લેવાનો નિર્ણય

ભારે વિવાદ બાદ આખરે સુરત મહાનગરપાલિકા દ્વારા રત્નકલાકારો અને પરપ્રાંતીય શ્રમિકો પાસે રેપીડ ટેસ્ટનો ચાર્જ નહીં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર હવે પ્રાઈવેટ લેબમાં કારીગરો પોતાનો ટેસ્ટ કરાવી શકશે અને તેનો ચાર્જ પાલિકા આપશે. રજીસ્ટ્રેશનવાળી લેબમાં ટેસ્ટનો ચાર્જ અંદાજીત 100 રૂપિયા આપવાનો રહેશે.

રત્ન કલાકારો અને પરપ્રાંતીય શ્રમિકો પાસે રેપીડ ટેસ્ટનો ચાર્જ નહીં લેવાનો નિર્ણય
રત્ન કલાકારો અને પરપ્રાંતીય શ્રમિકો પાસે રેપીડ ટેસ્ટનો ચાર્જ નહીં લેવાનો નિર્ણય
author img

By

Published : Aug 12, 2020, 5:09 PM IST

સુરત: શહેરના ડાયમન્ડ અને ટેકસટાઇલ ઉદ્યોગમાં કાર્યરત કારીગરોના રેપીડ ટેસ્ટ મુદ્દે બુધવારના રોજ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ પાલિકાને સૂચના આપી હતી કે હાલ આર્થિક સંકડામણથી પીડાઈ રહેલા રત્નકલાકારો પાસેથી રેપીડ ટેસ્ટનો ચાર્જ વસુલવામાં ન આવે. જેના અનુસંધાને બુધવારના રોજ પાલિકા કચેરી ખાતે અગત્યની બેઠક યોજવામાં આવી હતી.

બેઠકમાં આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના અધ્યક્ષ સ્થાને મેયર ડોક્ટર જગદીશ પટેલ, પાલિકા કમિશ્નર બંછાનિધિ પાની સહિત હીરાઉદ્યોગના આગેવાનો અને વેપારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રત્ન કલાકારોના રેપીડ ટેસ્ટ રાજકીય મુદ્દો ન બને, આ માટે આરોગ્ય પ્રધાનેએ પોતે બેઠકમાં રસ લીધો હતો.

રત્ન કલાકારો અને પરપ્રાંતીય શ્રમિકો પાસે રેપીડ ટેસ્ટનો ચાર્જ નહીં લેવાનો નિર્ણય

આખરે નિર્ણય લેવાયો હતો કે, રત્ન કલાકારો પાસેથી ટેસ્ટનો ચાર્જ વસૂલવામાં નહીં આવે, રત્ન કલાકારોને જો રેપિડ ટેસ્ટ કરાવવો હોય તો પાલિકા મફતમાં આપશે. સાથે પ્રાઈવેટ લેબમાં હવે રેપિડ ટેસ્ટ કરી શકાશે. જેથી હવે શ્રમિકો અને રત્ન કલાકારો પ્રાઇવેટ લેબમાં જઈ માત્ર રજિસ્ટ્રેશન ચાર્જ આપી રેપિડ ટેસ્ટ કરાવી શકશે. જેથી સાડા સાતસોના બદલે માત્ર 100 રૂપિયાની અંદર રત્નકલાકારો અને શ્રમિકો રેપિડ ટેસ્ટ કરી કરી શકશે.

રત્ન કલાકારોના રેપીડ ટેસ્ટ હીરા એકમોના માલિકોએ જાતે કરાવવા અંગે કરાયેલી જાહેરાત મામલે બેઠક યોજાઇ હતી. આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, દિવાળી નજીક છે અને ડાયમંડ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ ધીમે ધીમે શરૂ કરાવવામાં આવી રહ્યા છે. રત્ન કલાકારો પણ વતનથી આવી રહ્યા છે. રત્ન કલાકારોના કોરોના રિપોર્ટના 750 રૂપિયા વસુલવામાં આવી રહ્યા હતા.

જો કે હવે રેપીડ ટેસ્ટ ખાનગી લેબમાં કરાવી શકશે. જે માટે કીટ પાલિકા આપશે. લેબોરેટરી ટેક્નિશિયન દ્વારા સુરત મહાનગરપાલિકામાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરેલી લેબને પાલિકા કીટ આપશે. જે કારખાનાના માલિક રત્ન કલાકારોના એકસાથે ટેસ્ટ કરાવવા માંગતા હોય તેવા લોકોને માત્ર 100 રૂપિયામાં કોરોના ટેસ્ટ કરી આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.