સુરત: આઈઆઈટી ગુવાહાટીએ આજરોજ દેશની સૌથી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સુરતના ખાનગી ઇન્સ્ટિટ્યૂટના જાતસ્ય જરીવાલાએ ઓલ ઇન્ડિયામાં 24 રેન્ક મેળવી ગુજરાતમાં પેહલા કર્મે આવ્યો છે.તે ઉપરાંત તેજસ ચૌધરીએ ઓલ ઈન્ડિયા રેન્ક 211 મેળવી સુરતમાં બીજા ક્રમે આવ્યો છે.
સુરતીઓ માટે ગૌરવની ક્ષણ: આ બાબતે ઈન્સ્ટિટ્યૂટ હેડ નેહચલ સિંહ હંસપાલે જણાવ્યું કે, આજે JEE એડવાન્સ 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમારા ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી સતત બીજા વર્ષે ગુજરાતમાં પેહલા કર્મે આવ્યો છે. જાતસ્ય જરીવાલાએ ઓલ ઇન્ડિયામાં 24 રેન્ક મેળવ્યો છે. તેમની સાથે આઈઆઈટી મુંબઈ ઝોનમાં ઝોનલ રેન્ક 4 મેળવ્યો છે.તે ઉપરાંત અમારા ઈન્સ્ટિટ્યૂટ અન્ય 5 વિદ્યાર્થીઓએ ટોપ 50 માં સ્થાન મેળવ્યું છે. 100માં 12 વિદ્યાર્થી ઓએ ટોપમાં સ્થાન મેળવ્યું છે. એમ તો કુલ 64 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરી છે.
'આજે JEE એડવાન્સ 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મારો ઓલ ઇન્ડિયામાં 24 મોં રેન્ક મેળવ્યો છે. તે સાથે મેં ગુજરાતમાં પેહલા ક્રમે છું. ઉપરાંત આઈઆઈટી મુંબઈ ઝોનમાં ઝોનલ રેન્ક 4 મેળવ્યો છે. આ પરિણામ પાછળ હું મારાં ઇન્સ્ટિટ્યૂટના તમામ શિક્ષકોનો આભાર માનું છું કે તેઓએ મને યોગ્ય માર્ગદર્શન આપ્યું. જે પ્રકારે તૈયારીઓ કરાવામાં આવતી હતી. છેલ્લા ત્રણ મહિના તો અમે 6 કલાક અભ્યાસમાં આપતાં હતા. મારે હવે આગળ આઈઆઈટી મુંબઈ કમ્પ્યુટર સાયન્સમાં જવાની ઈચ્છા છે.' -જાતસ્ય જરીવાલા, વિદ્યાર્થીની
JEE Advanced 2023નું રિઝલ્ટ જાહેર: ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ્સ ઓફ ટેક્નોલોજી ગુવાહાટીએ JEE Advanced 2023નું રિઝલ્ટ જાહેર કર્યું છે. પરીક્ષામાં સામેલ વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઈટ jeeadv.ac.in પર જોઈ શકે છે. આઈઆઈટી હૈદરાબાદ ઝોનના વવિલા ચિદવિલાસ રેડ્ડીએ જેઈઈ એડવાન્સ 2023માં 341 માર્કસ સાથે ટોપ કર્યું છે.