સુરત : જયશ્રીબહેન બાબરીયા પોતે આદિવાસી સમાજના નથી, પરંતુ આદિવાસી સમાજના લોકોનું ધ્યાન કરવા માટે તેઓ તત્પર છે. અંતરાળ વિસ્તારમાં રહેતા વૈદુભગતોને નવી ઓળખ આપવા માટે તેમણે જીવન સમર્પિત કરી દીધું છે. મૂળ ભાવનગરના જયશ્રીબહેન દ્વારા સૂરતમાં આયોજિત આયુર્વેદિક મેળામાં 120 વૈદુભગતોએ ભાગ લીધો હતો. હજારોની સંખ્યામાં લોકો વૈદુભગતોની પ્રતિભાથી અવગત થયા અને વૈદુભગતોને લાખોની આવક થઇ. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મંજૂલાબહેને જણાવ્યું હતું કે તેઓ દિવસના સો રૂપિયા પણ કમાઈ શકતાં નહોતાં, પરંતુ આ મેળાના કારણે તેઓની આવક બમણી થઇ છે અને રોજગારીની નવી તકો મળી છે.
જડીબૂટ્ટીઓનું અદભૂત જ્ઞાન ધરાવતાં વૈદુભગતો માટે જયશ્રી બાબરીયાની અણમોલી મદદ - જયશ્રી બાબરીયા
'નારી તું નારાયણી' આ વાક્યને જયશ્રી બાબરીયા સાર્થક કરે છે. તેમણે સમગ્ર જીવન એવા લોકોને સમર્પિત કર્યું છે જેઓની પ્રતિભાને દુનિયા ઓળખતી પણ નથી. વૈદુભગતોનું સશક્તિકરણ કરનાર જયશ્રીબહેન આયુર્વેદિક મેળાનું એવું આયોજન કરે છે કે વૈદુભગતોની રોજગારી લાખોના આંકડામાં આંબે છે.