સુરત: વડોદરાના વીર જવાન સંજય કુમાર મોહનભાઈ સાધુ ગયા વર્ષે ઓગસ્ટ 2019 માં આસામ સરહદે ઓપરેશન દરમિયાન વીરગતિ પામ્યા હતા.
જય જવાન નાગરિક સમિતિ દ્વારા દર વર્ષે કારગીલ વિજય દિને સુરતમાં કાર્યક્રમ યોજી પરિવારને સન્માન સાથે સહાય અર્પણ કરે છે. પરંતુ, આ વર્ષે કોવિડ-19 ના પગલે દરેક શહીદોના પરિવારને તેમના ઘરે રૂબરૂ જઈ સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. તેનો પ્રથમ ચેક વડોદરા ખાતે વીર શહીદ સંજય કુમારના માતૃશ્રી કોકિલાબેનને રૂપિયા 50 હજારનો ચેક તથા શહીદના ધર્મપત્ની અંજનાબેન સાધુને તેમના ઘરે ગાંધીનગર ખાતે રૂબરૂ જઈ રૂપિયા 1.50 લાખનો ચેક સુરતની જનતાની રાષ્ટ્રપ્રેમની લાગણી સાથે અર્પણ કરવામાં આવ્યો હતો.
![વીર શહીદ જવાનના પરિવારને રૂપિયા બે લાખનો ચેક સન્માન સાથે અર્પણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-shahihd-checqe-7200931_14092020105823_1409f_1600061303_322.jpg)
જય જવાન નાગરિક સમિતિ સુરતના કાનજીભાઇ ભાલાળા તથા શ્રી કાંતિભાઈ મારકણા અને ડૉક્ટર અતુલ પટેલ તથા ચતુર કથિરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ઈન્નર વ્હીલ ક્લબ ઑફ સુરત ઇસ્ટના પ્રેસિડેન્ટ વીણાબેન પટેલ, પ્રોજેક્ટ ચેરપર્સન જયશ્રીબેન ભાલાળા તથા જયશ્રીબેન મારકણા, અંકિતાબેન, ગીતાબેન પટેલ અને રેખાબેન કથિરિયાએ વડોદરા, સુરત તથા ગાંધીનગરમાં રૂબરૂ જઈ ઈન્નર વ્હીલ ક્લબ ઓફ સુરત ઇસ્ટ તરફથી રૂપિયા 30 હજારની વિવિધ ગૃહ વપરાશની વસ્તુઓ પરિવારોને અર્પણ કરી રાષ્ટ્રીય ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
![વીર શહીદ જવાનના પરિવારને રૂપિયા બે લાખનો ચેક સન્માન સાથે અર્પણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-shahihd-checqe-7200931_14092020105823_1409f_1600061303_112.jpg)
ઈન્નર વ્હીલ ક્લબ ઓફ સુરત ઈસ્ટ સુરત રાષ્ટ્ર પ્રેમના પ્રોજેક્ટ હેઠળ આ રકમ એકત્ર કરી વીર શહીદ સંજય કુમાર સાધુના પરિવાર અને બાળકોને રૂબરૂ મળી વસ્તુઓ ભેટ આપી છે. જય જવાન નાગરિક સમિતિ દ્વારા ગુજરાતમાં આ વર્ષે વિવિધ કારણોસર વીર ગતી પામેલા કુલ 20 જવાનોના પરિવારને તેમના ઘરે જઈ કુલ રૂપિયા 2 લાખની સહાય અર્પણ કરવામાં આવનાર છે. પરિવારોને રૂબરૂ મળવા સન્માનિત કરવા સુરતની જનતાની લાગણી વ્યક્ત કરવા અને ચેક આપવા જુદી-જુદી ટીમ આઠ વાગ્યે જવા તૈયાર છે. ટૂંક સમયમાં આ કાર્ય પૂરું કરશે.
![વીર શહીદ જવાનના પરિવારને રૂપિયા બે લાખનો ચેક સન્માન સાથે અર્પણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-shahihd-checqe-7200931_14092020105823_1409f_1600061303_1051.jpg)
![વીર શહીદ જવાનના પરિવારને](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-shahihd-checqe-7200931_14092020105823_1409f_1600061303_607.jpg)
આમ, આ વર્ષે જય જવાન નાગરિક સમિતિ, સુરતથી કુલ રૂપિયા 40 લાખની સહાય શહીદોના પરિવારોને અર્પણ થશે. તેના ભાગરૂપે ગુજરાતમાં આ પ્રથમ ચેક વીર શહીદ સંજયકુમાર મોહનભાઇ સાધુના પરિવારોને અર્પણ કરવામાં આવ્યો છે.