સુરત: જાણીતા ઉદ્યોગપતિ ઉમર જનરલને ત્યાં આવકવેરા વિભાગ દરોડા પાડ્યા હતા. ઘર,ઓફિસ, ફેક્ટરી સહિતના 15 સ્થળોએ કરવામાં આવેલી તપાસમાં ગુરુવાર સુધીમાં એક કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. અધિકારીઓએ 100 કરોડ રૂપિયાના એવા વ્યવહારો પણ શોધી કાઢ્યા જે રોકડમાં કરવામાં આવ્યા હતા અથવા તો ચોપડે બતાવવામાં આવ્યા ન હતા. હાલ 2 થી 3 જગ્યાએ તપાસ ચાલી રહી છે.
કેશ લોનનો સમાવેશ: આવકવેરા વિભાગે ગોરાટ રોડનું ઘર, રીંગરોડની ઓફિસ, માંડવીની ફેકટરીનો વગેરે સ્થળો પરથી ડોક્યુમેન્ટ જપ્ત કરાયા છે.બેંકના લોકર સિલ કરવામાં આવ્યા છે. જનરલ ગ્રુપના લોકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. IT દ્વારા આગામી દિવસોમાં બેંક લોકર ખોલવામાં આવશે. જે 100 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા છે. તેમાં રિયલ સ્ટેટ પ્રોજેક્ટમાં સ્વીકાર કરેલ રોકડ અને અન્ય પાસેથી લીધેલી કેશ લોનનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો Surat News: હવે સુરત ડુમસબીચ વર્લ્ડ કલાસ બનશે, ઈકો ટુરિઝમમાં આવી મસ્ત સુવિધાઓ હશે
તપાસ દરમિયાન: માંડવી સ્થિતિ યુનિટમાં પણ તપાસ દરમિયાન જે માલ છે તે રોકડમાં જ વેચવામાં આવતો હોવાનો પુરાવો પણ અધિકારીઓને હાથ લાગ્યા છે. ટેક્સટાઇલમાં જીએસટી અને નોન જીએસટી બંને પ્રકારના વ્યવહાર મળી આવતા તેની પણ તપાસ હવે શરૂ કરવામાં આવશે. ઉમર જનરલના રીંગરોડ ખાતે આવેલી ઓફિસ પર તમામ ડોક્યુમેન્ટ્સ અને સ્ટેટમેન્ટ લેવાની પણ શરૂઆત કરવામાં આવી હતી.
22 થી વધુ રૂમ: મેમણ ઉદ્યોગપતિ ઉમર જનરલ ને ત્યાં આવકવેરા વિભાગએ દરોડા પાડી સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી. તેના આલિશાન બંગલામાં 22 થી વધુ રૂમ છે જેમાં તપાસ કરવામાં આવી હતી. એક્સપોર્ટના ડેટા સહિત બાર લક્ઝરીયસ કાર મુદ્દે પણ આવકવેરા વિભાગએ તપાસ હાથ ધરી હતી. આવક વિભાગ દ્વારા અનેક ડોક્યુમેન્ટસ પણ જપ્ત કરાયા છે.
ગાડીઓ લાઈનમાં ઉભી: ઉદ્યોગપતિ ઉમર જનરલના બંગલા સહિત રીંગરોડ ખાતે આવેલી ઓફિસ માંડવીની ફેક્ટરી સહિત અન્ય ઓફિસોની તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથો સાથ આવકવેરાના અધિકારીઓએ બેંકના લોકર પણ ચેક કર્યા હતા. આવકવેરાના અધિકારીઓ ત્યારે ચોકી ઉઠ્યા હતા જ્યારે તેઓ દરોડા પાડવા ઉમરના બંગલા પર પહોંચ્યા હતા. કારણ કે તેના બંગલામાં 22 જેટલા રૂમ તો હતા જ પરંતુ બંગલાની બહાર 12 જેટલી ગાડીઓ લાઈનમાં ઉભી હતી. જે અંગેની તપાસ પણ આવકવેરા વિભાગએ શરૂ કરી દીધી છે.