ETV Bharat / state

મહિલા દ્વારા કેબિનેટ પ્રધાન ઇશ્વર પરમારની બદનામીના કાવતરાનો પર્દાફાશ

સુરત: જિલ્લાના બારડોલીના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારને માનસિક હેરાન કરી પૈસા માંગવાનો ચકચારી મામલો બહાર આવ્યો છે. બારડોલીની એક મહિલાએ બંધ કવરમાં અલગ-અલગ જગ્યાએ ખોટા લેટરો મૂકી બદનામ કરવાનું કારસ્તાન ઘડ્યું હતું. અજાણી મહિલા વિરુદ્ધ બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને ગણતરીના કલાકોમાં પોલીસે મહિલાની અટકાયત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

મહિલા દ્વારા કેબિનેટ પ્રધાન ઇશ્વર પરમારની બદનામીના કાવતરાનો પર્દાફાશ
author img

By

Published : Jul 21, 2019, 3:37 PM IST

સુરત જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવતો કિસ્સો બારડોલીમાં બહાર આવ્યો હતો. બારડોલીના ધારાસભ્ય અને રાજ્યસરકારના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમાર પાસે પૈસા પડાવવાનો મામલો બહાર આવ્યો છે. બારડોલીની એક મહિલાએ આર્થિક તંગીમાં આવી લેટર તરકીબ વિચારી હતી.

લેટરો ફરતા કરી ઈશ્વર પરમારને બદનામ કરી પૈસા પડાવવા તેમજ પરિવારને જાનથી મારવા સુધીની ધમકી આપવામાં આવતી હતી. દિવસોથી અનેક જગ્યાએ લેટરો મોકલાતા વાત ઈશ્વર પરમારના કાને પહોંચી હતી. ગંભીરતા દાખવી પ્રધાન ઈશ્વર પરમાર દ્વારા બારડોલી DYSPને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.

મહિલા દ્વારા કેબિનેટ પ્રધાન ઇશ્વર પરમારની બદનામીનું કાવતરાનો પર્દાફાશ

મહિલા દ્વારા પ્રધાન ઈશ્વર પરમારને હેરાન કરવા બારડોલીના અનેક આગેવાનો અને તેમના મિત્ર વર્તુળ સુધી બંધ કવરમાં લેટરો ફરતા કર્યા હતા. ગત રોજ આખો મામલો બહાર આવ્યો હતો.

રવિવારે ઈશ્વર પરમારના કાર્યાલયના મદદનીશ દ્વારા બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ્રધાનનું નામ બહાર આવતા પોલીસ પણ સફાળી બની હતી. મહિલા વિરૂદ્ધ બારડોલી પોલીસમાં ગુનો પણ દાખલ કરાયો હતો.

Surat
અપરાધી મહિલા

ઘટના ક્રમ મોડી સાંજથી ચાલતો હતો. ખાનગી રાહે પોલીસની તપાસ દરમિયાન બારડોલી નગરના પોષ વિસ્તારના એક CCTV ફૂટેજ પણ હાથ લાગ્યા હતા. જેમાં મહિલા સ્પષ્ટ પણે કેમેરામાં કેદ થવા પામી હતી. હાલ જે વિગતો મળી રહી છે તે મુજબ, CCTVને આધારે મહિલાની અટકાયત પણ કરી લીધી છે.

મહિલાની હાલ પ્રાથમિક પૂછપરછ દરમિયાન આર્થિક રીતે પૈસાની તંગી હોય અને પ્રધાનને ખોટી રીતે બદનામ કરી પૈસા પડાવવા કૃત્ય કર્યાનું જણાવ્યું હતું. તેમજ તેને ગુનાખોરી સમગ્ર તરકીબની ટીવી સિરિયલમાં જોઈને યુક્તિ સૂઝી હોવાનું પણ બહાર આવ્યું હતું.

હાલ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી આરંભી છે. જો કે આખી ઘટનામાં ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાનનું નામ બહાર આવતા સુરત જિલ્લા સહિત રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. હવે જોવું એ રહેશે કે, પોલીસની તપાસમાં વધુ શું વિગતો નીકળશે.

Intro:સુરત જિલ્લા ના બારડોલી ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર ને માનસિક હેરાન કરી પૈસા માંગવા નો ચકચારી મામલો બહાર આવ્યો હતો.બારડોલી ની એક મહિલા એ બંધ કવર માં અલગ અલગ જગ્યાએ ખોટા લેટરો મૂકી બદનામ કરવાનો કારસો ઘડ્યો હતો. અજાણી મહિલા વિરુદ્ધ બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. અને ગણતરી ના કલાકો માં પોલીસ એ મહિલા ની અટકાયત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
Body:
સુરત જિલ્લા સહિત સમગ્ર રાજ્ય માં ખળભળાટ મચાવતો કિસ્સો બારડોલી માં બહાર આવ્યો હતો. બારડોલી ના ધારા સભ્ય અને રાજ્યસરકાર ના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર પાસે પૈસા પડાવવા નો મામલો બહાર આવ્યો છે. બારડોલી ની એક મહિલા એ આર્થિક તંગી માં આવી લેટર તરકીબ વિચારી હતી. અને લેટરો ફરતા કરી ઈશ્વર પરમાર ને બદનામ કરી પૈસા પડાવવા તેમજ પરિવાર મેં જાન થી મારવા સુધી ની ધમકી આપવામાં આવતી હતી. દિવસો થી અનેક જગ્યા એ લેટરો મોકલાતાં વાત ઈશ્વર પરમાર ના કાને પોહચી હતી. ગંભીરતા દાખવી મંત્રી ઈશ્વર પરમાર દ્વારા બારડોલી ડી વાય એસ પી ને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.
મહિલા દ્વારા મંત્રી ઈશ્વર પરમાર ને હેરાન કરવા બારડોલી ના અનેક આગેવાનો અને તેમના મિત્ર વર્તુળ સુધી બંધ કવર માં લેટરો ફરતા કર્યા હતા. ગત રોજ આખો મામલો બહાર આવ્યો હતો. અને આજે ઈશ્વર પરમાર ના કાર્યાલય ના મદદનીશ દ્વારા બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મંત્રી નું નામ બહાર આવતા પોલીસ પણ સફાળી બની હતી. અને મહિલા વિરૂદ્ધ બારડોલી પોલીસ માં ગુનો પણ દાખલ કરાયો હતો. સાંભળીએ.

Conclusion:ઘટના ક્રમ મોડી સાંજ થી ચાલતો હતો. અને ખાનગી રાહે પોલીસ ની તપાસ દરમિયાન બારડોલી નગર ના પોષ વિસ્તાર ના એક સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા હતા. અને જેમાં મહિલા સ્પષ્ટ પણે કેમેરા માં કેદ થવા પામી હતી. હાલ જે વિગતો મળી રહી છે તે મુજબ સીસીટીવી ને આધારે મહિલા ની અટકાયત પણ કરી લીધી છે. મહિલા ની હાલ પ્રાથમિક પૂછપરછ દરમિયાન આર્થિક રીતે પૈસા ની તંગી હોય અને મંત્રી ને ખોટી રીતે બદનામ કરી પૈસા પડાવવા કૃત્ય કર્યા નું જણાવ્યું હતું. તેમજ તેને આખી તરકીબ ગુનાખોરી ની ટીવી સિરિયલ માં જોઈ ને યુક્તિ સૂઝી હોવાનું પણ બહાર આવ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસ એ વધુ કાર્યવાહી આરંભી છે. જોકે આખો ઘટના માં ધારા સભ્ય અને રાજ્ય સરકાર ના કેબિનેટ મંત્રી નું નામ બહાર આવતા સુરત જિલ્લા સહિત રાજ્ય ના રાજકારણ માં ખળભળાટ મચી ગયો છે. હવે જોવું એ રહેશે કે પોલીસ ની તપાસ માં વધુ સુ વિગતો નીકળશે.

બાઈટ : 1 ઈશ્વર પરમાર ...કેબિનેટ મંત્રી..

બાઈટ : 2 રૂપલ સોલંકી... ડી વાય એસ પી... બારડોલી

બાઈટ : 3 અનિલભાઈ... ઈશ્વર પરમાર કાર્યાલય મદદનીશ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.