સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસ્પીરેટરી મેડીસીન વિભાગમાં સરકાર તરફથી આજરોજ 42 લાખ રૂપિયાનું બ્રોન્કોસ્કોપી મશીન આપવામાં આવ્યું છે. આ મશીનની મદદથી ફેફસાંના ટીબીનું નિદાન, ફેફસાંના હઠીલા ચેપનું નિદાન, ફેફસાંના કેન્સરનું સચોટ નિદાન શકય બનશે. એમાં કેમેરો પણ આપવામાં આવ્યું છે. જેનાથી તમામ અંદરની મુમેન્ટ બહાર લગાવામાં આવેલ સ્ક્રીન ઉપર જોઈ શકાશે. તેનો વિડીયો શુટિંગ પણ થઇ શકે છે તે ઉપરાંત ફોટો પણ પડી શકાય છે.
ટ્રીટમેન્ટ સિવાય ટીચિંગના કામમાં પણ આવશે: સિવિલ હોસ્પિટલમાં બ્રોન્કોસ્કોપી મશીન હતું તો તેમાં આ પ્રકારની સુવિધાઓનો અભાવ હતો. જે થકી મેડિકલના સ્ટુડન્ટને પણ ખ્યાલ આવતો ન હતો. હવે આ મશીન થકી તેઓને તમામ વસ્તુઓ લાઈવ જોઈ શકશે. આજ રોજ એક દર્દીની બ્રોન્કોસ્કોપી મશીનની રેસ્પીરેટરી મેડીસીન વિભાગના વડા ડો.પારૂલ વડગામા અને મદદનીશ પ્રાધ્યાપક ડો.ગ્રીનીશ તમાકુવાલા દ્વારા તપાસ પણ કરવામાં આવ્યું હતું.
'આપણી નવી સિવિલ હોસ્પિટલમાં સરકાર તરફથી નવું બ્રોન્કોસ્કોપી મશીન આપવામાં આવ્યું છે. જેની કિંમત 42 લાખ રૂપિયાની છે. આ મશીન દર્દીઓની ટ્રીટમેન્ટ સિવાય ટીચિંગના કામમાં પણ આવશે. જેમાં અમે અમારા PG ના 6 થી 7 સ્ટુડન્ટ પણ બતાવી શકાશે. આ પેહલા પણ આવું જ એક મશીન હતું પરંતુ તેમાં વખત તેઓનું ટ્રીટમેન્ટ કરવામાં આવતું હતું.' -ડો.ગણેશ ગોવેકર, સુપ્રીટેન્ડન્ટ, નવી સિવિલ હોસ્પિટલ
હાલ 500 રૂપિયા ફી રાખવામાં આવી: દરમિયાન એક ફેફસાની બીમારી ધરાવતા દર્દીની બ્રોન્ક્રોસ્કોપી મશીનથી તપાસ પણ કરવામાં આવી હતી. આ અંગે ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, હવે સિવિલમાં ફેફસાની બીમારી સાથે આવતા દર્દીઓનું સચોટ નિદાન અને સારવાર આપી શકાશે. આ માટે હાલ 500 રૂપિયા ફી રાખવામાં આવી છે. જ્યારે બીપીએલ કાર્ડ ધારક, સ્વાતંત્ર્ય સેનાની સહિતના માટે અને ગરીબ લોકોને ફ્રીમાં નિદાન કરવામાં આવશે.