સુરત કેવો સમય આવ્યો છે, હવે ચોરોએ ચોરી કરવામાં મંદિરને પણ છોડ્યું નથી. લોકોને હવે ભગવાનનો કોઇ ભય રહ્યો નથી તેવું જોવા મળી રહ્યું છે. કેમકે સુરતમાં રીંગરોડ સ્થિત સોમોલાઈ હનુમાનજી મંદિરમાં (Somolai Hanumanji Temple) ચોરીની ઘટના(Theft incident Surat) સામે આવી હતી. અજાણ્યો ઇસમ મંદિરમાંથી ચાંદીનું મુંગટ અને દાન પેટી મળી કુલ 66 હજારની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયો છે.
સીસીટીવી કેમેરામાં કેદ ચોરીની આ ઘટના(Theft incident Surat) ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેન લઇને સલામતપુરા પોલીસે (Samatapura Police Surat) વધુ તપાસ હાથ ધરી છે. આ મંદિર સુરતના રીંગરોડ સ્થિત કિન્નરી સિનેમા(Kinnari Cinemas Surat) સામે આવેલા સુપર ટેક્સ ટાવરના કમ્પાઉન્ડમાં શ્રી સોમોલઈ હનુમાનજીનું મંદિર આવેલું છે. તસ્કરોએ મંદિરમાં પણ હાથફેરો કરવાનું શરૂ કર્યું છે. આ ઘટના તારીખ 10 ડીસેમ્બરના રોજ બની હતી. ઇસમ મંદિરમાં ગર્ભગૃહનું દરવાજાનું સાકળ સાથેનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કર્યો હતો.
ચક્રો ગતિમાન મંદિરમાંથી 250 ગ્રામનું ચાંદીનું મુગટ ઉપરાંત બે દાન પેટીના લોક તોડી તેમાંથી દાનની રકમ મળી કુલ રૂપિયા 66 હજારની મત્તા ચોરીને ભાગી ગયો હતો. આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ મથકમાં ફરિયાદ સીસીટીવી ફૂટેજ તપાસતા એક ઇસમ ચોરી કરતા નજરે ચડ્યો હતો. સલાવતપુરા પોલીસ મથકથી મળતી માહિતી મુજબ સવારે પુજારી પૂજા કરવા આવ્યા ત્યારે મંદિરમાં ચોરી થઇ હોવાની જાણ ટ્રસ્ટીઓને કરી હતી. ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા એક ઇસમ ચોરી કરતા નજરે ચડ્યો હતો. જેથી આ સમગ્ર મામલે મંદિરનો વહીવટ કરતા અને વેપારી મુકેશ પ્રજાપતિએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.