સુરતઃ મહિધરપુરા વિસ્તારમાં આવેલી અલ-ખલીલ નામની ચાની હોટલ પર અજાણ્યો શખ્સ દારૂના નશામાં આવ્યો હતો, જે દરમિયાન હોટેલ માલિક સાથે માથાકૂટ કરી કેશ કાઉન્ટર પર રહેલો સામાન પણ ફેંકી દીધો હતો. ટકોર કરવા ગયેલા હોટેલ માલિક સાથે બોલાચાલ કરી મારામારી કરી હતી.
હોટેલ માલિક દ્વારા પણ પોતાના સ્વંબચાવમાં હાથ ઉપાડવાની ફરજ પડી હતી. ઘટના બાદ હોટેલમાં હાજર અન્ય લોકો દ્વારા મામલાને થાળે પાડ્યો હતો.જ્યાં ઘટના બાદ નશામાં ધૂત ઈસમ ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના હોટેલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે ફુટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે, નશામાં ધૂત ઈસમ સૌ પ્રથમ કેશ કાઉન્ટર પર રહેલો સામાન ફેંક્યો હતો. ઘટના અંગે હોટેલ માલિક દ્વારા આ અંગે મહિધરપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે હોટેલ માલિક સૈયદભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.