ETV Bharat / state

ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેકસમાં સુરત 19માં ક્રમેથી ઉછળી સીધું 5માં ક્રમે - Surat City

કેન્દ્ર સરકારના હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ મંત્રાલય દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ ઇઝ ઓફ લિવિંગ યાદીમાં સુરત શહેર પાંચમા ક્રમે આવ્યું છે. જ્યારે મ્યુનિસિપલ પરફોર્મન્સ ઈન્ડેક્સમાં બીજા ક્રમે આવ્યું છે. વર્ષ 2020માં જ્યાં સુરત શહેર ઈઝ ઓફ લિવિંગમાં 19માં ક્રમ પર હતું, આજે એક જ વર્ષમાં સુરત સુધારા સાથે પાંચમા ક્રમે આવ્યું છે. વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસતાં શહેર સુરત માટે ખૂબ જ અગત્યની વાત છે. દેશભરમાંથી 32 લાખ જેટલા મળેલા ફીડબેક અને અન્ય માપદંડ બાદ સુરતને આ સિદ્ધિ મળી છે.

ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેકસમાં સુરત 19માં ક્રમેથી ઉછળી સીધું પાંચમાં ક્રમે

author img

By

Published : Mar 6, 2021, 6:31 PM IST

  • સુરતની સિદ્ધિની વાત
  • 19 ક્રમથી સીધું પહોંચ્યું 5માં ક્રમે
  • ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સમાં મળી સિદ્ધિ

સુરતઃ દેશભરમાં સ્વચ્છ શહેરોમાં બીજા ક્રમ હાંસલ કરેલા સુરત શહેર માટે વધુ એક ઉપલબ્ધિ મળી છે. કેન્દ્ર સરકારના હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ મંત્રાલય દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી છે. સરકારે ઇઝ ઓફ લિવિંગ સૂચકાંકમાં 111 શહેરમાં બેંગ્લૂરુને પ્રથમ સ્થાન આપ્યું છે તો જ્યારે સુરતને પાંચમો ક્રમ આપ્યો છે. ઇઝ ઓફ લિવિંગ મુજબ દેશભરમાં લોકો માટે સૌથી રહેવાલાયક શહેરોની યાદીમાં સુરત પાંચમાં ક્રમે આવે છે. એટલું જ નહીં, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને દેશની મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં સ્થાન મળ્યું છે.

દેશભરમાંથી 32 લાખ જેટલા મળેલા ફીડબેક અને અન્ય માપદંડ બાદ સુરતને આ સિદ્ધિ મળી

આ પણ વાંચોઃ સુરતમાં કોરોના વેક્સિન આપ્યા બાદ સ્વચ્છતા સર્વેક્ષણ 2020-21 માટે ફીડબેક ફોર્મ ભરાવવાના શરૂ

આ રીતે મળ્યો પાંચમો નંબર
આ અંગે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા અનેક માપદંડો બાદ શહેરોને ક્રમ આપવામાં આવતો હોય છે. દેશભરમાંથી 32 લાખ લોકોએ ફીડબેક આપ્યા બાદ સુરતને ઈઝ ઓફ લિવિંગમાં પાંચમો ક્રમ મળ્યો છે. સુરત શહેરમાં જે રીતે લોકોના રહેઠાણ માટે કામો કરવામાં આવ્યા છે, ખાસ કરીને તાપી નદી શુદ્ધીકરણ, બાયોડાઈવર્સિટી, સુએજ પ્લાન્ટ જેવા અનેક પ્રોજેક્ટના કારણે સુરતને આ શ્રેણીના પાંચમા ક્રમે લેવામાં આવ્યું છે. જ્યારે વાત કરવામાં આવે મ્યુનિસિપલ પરફોર્મન્સ ઈન્ડેક્સની તો કેન્દ્ર સરકાર દ્વારા તમામ ડેટા એકત્ર કરવા બાદ આ શ્રેણીમાં કોઈ મ્યુનિસિપલ શહેરને સામેલ કરાય છે. પારદર્શિતા, આર્થિક વહીવટ સહિત અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ આપવામાં આવતો હોય છે.તેઓએ સુરતની જનતાનો આભાર વ્યક્ત કરતા આશા વ્યક્ત કરી છે કે આવનાર વર્ષોમાં સુરતનું પરફોર્મન્સ વધારે સારું થશે. ગયા વર્ષે આ જ ઈઝ ઓફ લિવિંગ શ્રેણીમાં સુરત 19માં ક્રમે હતું જે ઉછળીને સીધું પાંચમા ક્રમે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.