ETV Bharat / state

Surat Crime News : સુરતમાં સોફ્ટવેર એન્જિનિયરને હની ટ્રેપમાં ફસાવી, દસ લાખ રૂપિયા પડાવ્યા

સોફ્ટવેર એન્જિનિયરને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા 10 લાખ પડાવી લેનાર આરોપીઓની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હની ટ્રેપની ઘટના બાદ સોફ્ટવેર એન્જિનિયરએ સુરત શહેરના અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચએ તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 19, 2023, 10:30 PM IST

સુરત : શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા 33 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર ને તારીખ 9 જૂનના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ વિરેન્દ્ર જણાવી જણાવ્યું હતું. ફોન પર કહ્યું હતું કે તેઓએ સુરત શહેરના વીઆઈપી રોડ ખાતે આવેલા કેવલ નગર પાસે નવું સ્પા શરૂ કર્યું છે જેનું લોકેશન તેઓ તેના વોટ્સ એપ નંબર ઉપર મોકલી આપશે.

બે માળના મકાનમાં લઈ ગયો : ફરિયાદી સોફ્ટવેર એન્જિનિયર લોકેશન મળ્યા બાદ રોડ ખાતે આવેલા આશીર્વાદ એવન્યુ પાસે પહોંચ્યો હતો. ત્યારબાદ ત્યાંથી વિરેન્દ્રને ફોન પણ કર્યો હતો. કોલ કર્યા બાદ એક નાનો છોકરો સોફ્ટવેર એન્જિનિયરને લેવા માટે સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ તે છોકરો તેને બે માળના મકાનમાં લઈ ગયો અને ત્યાં રૂમમાં બેસાડ્યો હતો. મકાનમાં ત્રણ સ્ત્રીઓ તે સમયે જમી રહી હતી અને દસ મિનિટ બાદ સોફ્ટવેર એન્જિનિયરને મકાનના બીજા માટે લઈ જવામાં આવ્યા હતા. રૂમમાં એક સ્ત્રી હતી અને જ્યારે સોફ્ટવેર એન્જિનિયર રૂમમાં પહોંચ્યો ત્યારે તે મહિલાએ રૂમનું બારણું અંદરથી બંધ કરી દીધું હતું.

માર મારી તેની પાસેથી ચાર એટીએમ લઈને નાસી ગયા : થોડીક વારમાં ત્યાં આજાને આવી ગયા હતા અને રૂમનો દરવાજો જોર જોરથી તેઓ ખખડાવ્યો હતો. જેથી રૂમની અંદર જે મહિલા હતી તે વોશરૂમમાં જતી રહી હતી અને સોફ્ટવેર એન્જિનિયરએ દરવાજો ખોલ્યો ત્યારે રૂમની બહાર આવેલા લોકોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. ત્યારબાદ સોફ્ટવેર એન્જિનિયરને તેઓ માર મારી તેની પાસેથી ચાર એટીએમ લઈને નાસી ગયા હતા. ત્યારબાદ જે વિરેન્દ્રએ સોફ્ટવેર એન્જિનિયરના મોબાઈલ પર મેસેજ અને કોલ કર્યા હતા તે પણ તેઓએ ડીલીટ કરી દીધા હતા.

મીડિયા વાળાને બોલાવી લેશે : એન્જિનિયરએ તે લોકોને કહ્યું હતું કે મારો શું વાંક છે. એવું હોય તો મને પોલીસ સ્ટેશન લઈ જાઓ. જેથી પોતાની ઓળખ પોલીસ તરીકે આપનાર બે ઈસમોએ ગુસ્સે થઈ તેને ચીમકી આપી હતી કે તેઓ મીડિયા વાળાને બોલાવી લેશે અને લાઈવ ન્યુઝ કવર કરાવશે જેથી તેની બદનામી થશે. આ કહી તેની પાસે દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. તને ઈજ્જત બચાવવા માટે સોફ્ટવેર એન્જિનિયરએ ઓનલાઇન દસ લાખ રૂપિયા ટ્રાન્સફર પણ કર્યા હતા. તે લોકોએ ધમકી પણ આપી હતી કે જો આ અંગેની જાણ કોઈને કરશે તો તેને ભવિષ્યમાં તકલીફ પડી જશે.

અગાઉ પણ ગુનાને અંજામ આપી ચૂક્યા છે : ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર લલિત વાઘડીયા એ જણાવ્યું હતું કે, ફરિયાદી સોફ્ટવેર એન્જિનિયર ને લાગ્યું કે તેની સાથે ઠગાઈ જ થઈ છે તેણે પોલીસ મા ફરિયાદ નોંધાવી હતી. નંબરના આધારે પોલીસે તપાસ કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આ લોકો ટોળકી બનાવીને આવી રીતે ગુનાને અંજામ આપતા હતા. અગાઉ પણ આ તમામ આવી જ રીતે હની ટ્રેપ કરી લોકોને શિકાર બનાવતા હતા. આ લોકોએ આજ દિન સુધી ચાર જેટલા ગુના આચાર્યા છે જે અંગેની પણ પૂછપરછ પોલીસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.