સુરતઃ શહેરના ખજોદગામમાં બે દિવસ પહેલા એટલે કે શુક્રવારે મોડી રાત્રે દીપડો દેખાયો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો. ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. જેને લઈને વન વિભાગની ટીમ(Surat Forest Department)દ્વારા ગામના નવા મોહલ્લામાં પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. અંતે ગઈકાલે રાત્રે દીપડો પાંજરે પૂરતા ગ્રામવાસીઓ રાહતનો શ્વાસ (Leopard cages in Khajodgam)લીધો હતો. જોકે દીપડાને વન વિભાગની ટીમ દ્વારા બારડોલી રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ A Man Fights with Leopard: કાલીબેલ ગામના ખૂંખાર દીપડા જોડે ખેલાયો જીવસટ્ટાનો ખેલ
દીપડો પાંજરે પુરાયો - દીપડો પાંજરે પુરાયો છે તેવી વાત બહાર આવતા દીપડાને જોવા માટે ગ્રામવાસીઓનું ટોળું એટઠું થઈ ગયું હતું. આ દીપડાને પકડવા માટે વન વિભાગની ટીમ દ્વારા એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. તથા પાંજરાના આજુબાજુ મીની કેમેરા પણ મૂકવામાં આવ્યા હતા. પરંતુ શનિવારે મોડી રાત્રે ફરીથી દીપડો દેખાતા ફરીથી એક પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. ગઈકાલે રાતે દીપડો પાંજરે પુરાયો હતો.