- દિલ્હી બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે 19મો દિવસ
- ખેડૂતોએ એક દિવસની ભૂખ હડતાળ કરી વિરોધ નોંધાવ્યો
- સુરત આમ આદમી પાર્ટીએ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું
સુરત : દિલ્હી બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે 19મો દિવસ છે અને ખેડૂતો આજે એક દિવસની ભૂખ હડતાળ કરી વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે. ત્યારે સુરતમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો એક દિવસના પ્રતિક ઉપવાસ કરી ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે.
અરવિંદ કેજરીવાલે ખેડૂતોની ભૂખ હડતાળને આપ્યું સમર્થન
નવા 3 કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ દિલ્હી બોર્ડર પર આંદોલન શરુ કર્યું છે. નવા ખેડૂત કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 19મો દિવસ છે. તેઓ આજે સાંજે 5 વાગ્યા સુધી ભૂખ હડતાળ પર રહેશે, આ સાથે જ તમામ મુખ્યાલયો પર ધરણાં કરશે. ખેડૂતોએ રવિવારે કુંડલી બોર્ડર પર મીટિંગ કરીને આ નિર્ણય કર્યો છે. દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ખેડૂતોની ભૂખ હડતાળને સમર્થન આપતાં કહ્યું હતું કે, તે પોતે ભૂખ હડતાળ પર બેસશે. તેમને તેમની પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોને પણ ભૂખ હડતાળ કરવાની અપીલ કરી છે. ત્યારે સુરતમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો ખેડૂતોના સમર્થનમાં યોગી ચોક ખાતે આવેલા મુખ્ય કાર્યાલય ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા છે.
જ્યાં સુધી ખેડૂતો આંદોલન કરશે
સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનું ખેડૂતોના આંદોલનને સમર્થન છે. જ્યાં સુધી ખેડૂતો આંદોલન કરશે, ત્યાં સુધી તેઓ ખેડૂતોની સાથે ઉભા રહેશે.