ETV Bharat / state

સુરતમાં દંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીની કરી હત્યા - Rudarpura area

સુરત શહેરના રૂદરપુરા વિસ્તારમાં મહિલાની મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં આખરે તેનો જ પતી હત્યારો નીકળ્યો છે. પોલીસે આરોપી પતીની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતમાં દંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીની કરી હત્યા

author img

By

Published : Feb 7, 2021, 8:07 PM IST

  • રૂદરપુરા વિસ્તારમાં મહિલાની મૃતદેહ મળી આવ્યો
  • પોલીસે આરોપી પતીની ધરપકડ કરી
  • હત્યાના એક દિવસ પહેલા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો

સુરતઃ શહેરના રૂદરપુરા વિસ્તારમાં મહિલાની મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં આખરે તેનો જ પતી હત્યારો નીકળ્યો છે. પોલીસે આરોપી પતીની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હત્યાના એક દિવસ પહેલા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાં પતિએ પત્નીની હત્યા કરી હતી.

પતિએ કરી પત્નીની હત્યા

મૂળ યુપીના રહેવાસી અને છેલ્લા અઢી વર્ષથી સુરતના રૂદરપુરા વિસ્તારમાં 3 તારીખે મનુબેન પ્રજાપતિ મૃત હાલતમાં ઘરમાંથી મળી આવ્યા હતા. પતિ દેવેન્દ્ર 108માં સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયો હતો. જયાં ફરજ પરના તબીબએ મૃત જાહેર કરી હતી. મહિલાના ગળા પર ઈજાના નિશાનો હતા. ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાતા ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે તપાસ કરી હતી. જેમાં આખરે તેનો જ પતિ હત્યારો નીકળ્યો હતો. અઠવા પોલીસે હત્યારા પતિ દેવેન્દ્ર પ્રજાપતિની ધરપકડ કરી હતી.

દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીની કરાઇ હત્યા

મહિલાના પિતાએ પોલીસ સમક્ષ જણાવ્યું કે, વર્ષ 2015માં લગ્ન થયા હતા. દોઢ વર્ષ દીકરીને સારી રીતે રાખી પછી દેવેન્દ્રે ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. પતિએ દહેજમાં બાઇક અને ઘરેણાં માંગતો હતો. અગાઉ દંપતી વચ્ચે વતનમાં ઝઘડો પણ થયો હતો. જેમાં મૃતક મહિલાએ યુપીના માધવપુર પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. પછી બન્ને વચ્ચે સમાધાન થયું હતું. પિતા પોતે એક મહિના પહેલા જાન્યુઆરીમાં દીકરીને સુરત પતિના ઘરે મુકી ગયા હતા. પતિએ નિવેદનમાં એવુ રટણ કર્યુ કે, અમારો કોઈ દિવસ ઝઘડો થયો નથી, મૃતકના પિતા આવ્યા પછી હત્યારા પતિનો પાપનો ઘડો ફૂટ્યો હતો. હત્યાના એક દિવસ પહેલા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાં પતિએ પત્નીની હત્યા કરી હતી.

પોલીસ સમક્ષ જુઠાણું ચલાવ્યું હતું

મહિલાની હત્યા કરી મૃતદેહ જે દિવસે મળ્યો હતો. તે દિવસે પોલીસ સમક્ષ તેણે જુઠાણું ચલાવ્યું હતું કે, તે 4 વર્ષની પુત્રીને આઈસ્ક્રીમ ખાવા ઘર નજીક લઈ ગયો અને ઘરે 2 વર્ષનો પુત્ર માતા સાથે હતો. પતિ 20 મિનિટ પછી ઘરે આવ્યો હતો. ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખખડાવવા છતાં પત્ની દરવાજો ખોલતી ન હતી. જેના કારણે પડોશીઓ ભેગા થતા પતિ પાછળની સાઇડથી અંદર જવા ગયાે એટલામાં 2 વર્ષના પુત્રએ દરવાજો અંદરથી ખોલી નાખ્યો હતો અને ઘરમાં જઈ તપાસ કરતા તેની પત્નીનો મૃતદેહ મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.