- આરોગ્ય વિભાગ દ્વારા Vaccinationને વધુ વેગ અપાયો
- 18થી44 વર્ષના 5 હજારથી વધુ લોકોએ Vaccine લીધી
- 45થી 59 ઉંમરના 690 લોકોએ Vaccineનો પહેલો ડોઝ લીધો
સુરત : ગ્રામ્યમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા Vaccinationને વધુ વેગ આપવામાં આવ્યો છે. રોજ 5થી 6 હજાર લોકોને Vaccine આપી રહ્યા છે. ત્યારે આજ રોજ વધુ 6,001 લોકોને કોરાનાની Vaccine આપવામાં આવી હતી. જેમાં 2 હેલ્થવર્કરએ પહેલો જ્યારે 1એ બીજો ડોઝ લીધો હતો.
આ પણ વાંચો : આરોગ્ય વિભાગની બેદરકારીઃ બનાસકાંઠાના લાખણીમાં મૃતકોને અપાઇ રસી
60 વર્ષથી ઉપરના 80 લોકોએ પહેલો અને 52 લોકોએ બીજો ડોઝ લીધો
2 ફ્રન્ટલાઈન વર્કરએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 18થી 44 વર્ષના 5,052 લોકોએ Vaccineનો પહેલો ડોઝ લીધો હતો. 45થી 59 ઉંમરના 690 લોકોએ Vaccineનો પહેલો અને 122 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 60 વર્ષથી ઉપરના 80 લોકોએ Vaccineનો પહેલો અને 52 લોકોએ બીજો ડોઝ લીધો હતો.
સૌથી વધુ Vaccine બારડોલી તાલુકામાં અપાઇ
આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા Vaccineની તાલુકા દીઠ વાત કરીએ તો ચોર્યાસી 724, કામરેજ 857, પલસાણા 774, ઓલપાડ 914, બારડોલી 1046, માંડવી 461, માંગરોળ 367, ઉમરપાડા 271, મહુવા 587 લોકોને Vaccine આપવામાં આવી હતી.