ETV Bharat / state

બારડોલીમાં કાયદાની ઐસીતૈસી, પલસાણામાં જુગાર રમતા 7 લોકો ઝડપાયા - ભીંડી બજાર

બારડોલીમાં પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારી રેડ પાડી હતી. પલસાણાના ભીંડી બજાર વિસ્તારમાં જુગાર રમી રહેલા સાત શખ્સોને પોલીસે ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે સ્થળ પરથી રૂ. 39 હજાર રૂપિયાથી વધુની રોકડ કબજે કરી તમામની ધરપકડ કરી હતી.

બારડોલીમાં કાયદાની ઐસીતૈસી, પલસાણામાં જુગાર રમતા 7 લોકો ઝડપાયા

author img

By

Published : Nov 4, 2020, 6:14 PM IST

  • 7 જુગારી સામે કાર્યવાહી કરાઈ
  • તીનપત્તીનો પર રમી રહ્યા હતા જુગાર
  • પોલીસે રૂ. 39,800 કબજે કર્યા

બારડોલીઃ સુરત જિલ્લાના પલસાણા ગામમાં ભીંડી બજાર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા 7 લોકોને પલસાણા પોલીસે રંગે હાથ પકડી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 39, 800નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. પલસાણા પોલીસની ટીમ મંગળવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, પલસાણા ગામની હદમાં આવેલ ભીંડી બજારમાં દુકાનની બહાર પતરાના શેડ નીચે કેટલાક શખ્સો જુગાર રમે છે. આથી પલસાણા પોલીસે મધરાત્રે 12 વાગ્યે છાપો માર્યો હતો. જ્યાં કેટલાક શખ્સો ગોળ કુંડાળું કરી જુગાર રમી રહ્યા હતા.

સાત શખ્સોની ધરપકડ

પોલીસે જુગાર રમી રહેલા પલસાણાના ભીંડી બજાર વિસ્તારમાં ઈલિયાસની, બિલ્ડિંગમાં રહેતો કપિન્દર શ્રીગણેશદાસ, પલસાણા તાલુકાના ઘાલુડા ગામમાં રહેતો સુનિલસિંગ મુન્નાસિંગ ઠાકુર, તાતીથૈયાની ગોકુલધામ સોસાયટીમાં રહેતો શાન પરમલાલ યાદવ, પલસાણાના પઠાણપાર્કમાં રહેતો રોહિતસિંગ હરીશચંદ્ર ઠાકુર, ભીંડી બજારમાં ભરતભાઇની બિલ્ડીંગમાં રહેતો પિન્ટુ રાજારામ કેવટીયા, બલેશ્વરના બિલાલનગરમાં રહેતો રોહિતસિંગ જગભાનસિંગ ઠાકુર અને પલસાણાની અમન સોસાયટીમાં રહેતો ઇરફાન સુલેમાનખાન પઠાણની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી દાવ ઉપર મૂકેલા રૂ. 10, 200 અને અંગઝડતીના રૂ. 29,600 મળી કુલ રૂ. 39, 800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.