સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં પત્ની સાથે ન નજીવી બાબત થયેલ ઝઘડામાં પતિએ આવેશમાં આવી કાતર વડે 25 જેટલા મારી હત્યા ( Husband Killed Wife )કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપી પોલીસથી બચવા માટે અમદાવાદ, મુંબઈ, લખનઉ બનારસ, અયોધ્યા જગ્યાએ નાસ્તો ફરતો હતો. જો કે તે સુરત આવતા જ પોલીસે તેને ઝડપી (Murder Crime in Surat ) પાડ્યો હતો.
પત્નીની 25 જેટલા ઘા ઝીકી હત્યા કરી સુરતના પુણા વિસ્તારમાં આવેલી સીતારામ નગર સોસાયટી વિભાગ 3માં રહેતા ચંદ્રશેખર સદાનંદ શર્માએ ગત 5-11-2022 ના રોજ તેની પત્ની સંગીતાને કાતર વડે ગળા,છાતી તેમજ શરીર પર ઉપરા છાપરી 25 જેટલા ઘા ઝીકી હત્યા ( Husband Killed Wife )કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી પતિ ફરાર થઇ ગયો હતો. આ મામલે પુણા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. અને આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપી અંદાજીત 28 દિવસથી નાસ્તો ફરતો હતો. જેને આખરે પુણા પોલીસે ડીઆર વર્લ્ડ પાસે ફૂટપાથ પર બેઠો હતો તે દરમ્યાન ઝડપી (Surat Police Arrested Accused ) પાડ્યો હતો.
ઝઘડામાં ઉગ્રતાથી વાત વણસી પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે ગત 05-11-2022 ના રોજ સુમારે કારખાનેથી કામ પૂરું કરીને ઘરે આવ્યો હતો અને સવારે ઘરે સુતો હતો. સવારમાં તેની પત્ની ઘરનો દરવાજો બહારથી બંધ કરી કોઈની સાથે વાત કરતી હતી જે બાબતે પૂછવા જતા તેણી ઉગ્ર બની હતી અને હું કોઈની પણ સાથે વાત કરું તમારે શું તેમ કહ્યું હતું અને ઝઘડો થયો હતો. ત્યારબાદ સાંજના સમયે આરોપીની તબિયત સારી ના હોય તે દવાખાને ગયો હતો અને દવાખાનેથી દવા લઈને સફરજન લઈને ઘરે આવ્યો હતો અને પત્નીને સફરજન કાપીને આપવા જણાવ્યું હતું. ત્યારે પત્નીએ સફરજન તથા ચપ્પુ આરોપી પર ફેકી જાતે કાપીને ખાઈ લો તેમ કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં રોષે ભરાઈ આરોપી પતિએ કાતરના ઉપરા છાપરી 25 જેટલા ઘા ઝીકી હત્યા ( Husband Killed Wife )કરી દીધી હતી.
ફૂટપાથ પર બેઠો હતો આરોપી ACP પી.આર. પટેલે જણાવ્યું હતું કે આરોપી હત્યા ( Husband Killed Wife ) કર્યા બાદ સુરતથી અમદાવાદ, અમદાવાદથી મુંબઈ, મુંબઈથી લખનઉ, અયોધ્યા અને બનારસ ભાગી ગયો હતો. અને આખરે પૈસા પુરા થઇ જતા તે પરત સુરત આવ્યો હતો. સુરતમાં તે ડીઆર વર્લ્ડ પાસે ફૂટપાથ પર બેઠો હતો આ દરમ્યાન પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી Surat Police Arrested Accused હાથ ધરી હતી.