સુરત વર્તમાન સોશિયલ મીડિયાના ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડી અને ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે હનીટ્રેપની ઘટનાઓ પણ દિવસેને દિવસે વધી રહી છે. આવી જ એક હનીટ્રેપની ઘટનાનો ભોગ બન્યા છે (Ahmedabad Businessman caught in a honeytrap) સુરતના એક આધેડ. જોકે, આ આધેડને સોશિયલ મીડિયાના માધ્યમથી હનીટ્રેપમાં ફસાવનારી 4 મહિલા સહિત 6 આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ હવે વ્યાજખોરોની ખેર નહીં, પોલીસે ઘરે ઘરે જઈને જાગૃતિ માટે પત્રિકાનું વિતરણ કર્યું
ટોળકીએ 16.5 લાખ પડાવ્યા હનીટ્રેપ કરનારી આ ટોળકીએ આધેડ પાસેથી 16.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ ટોળકીએ આધેડને માર મારી વીડિયો વાયરલ કરવાની તેમ જ દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે પીડિત આધેડે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ ટોળકી ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહિલાએ આધેડને બોલાવ્યો હતો મળવા જ્વેલર્સની દુકાનમાં નોકરી કરનારા આધેડ સુરતના રહેવાસી છે. 7 ડિસેમ્બરે રોજ તેમને સોશિયલ મીડિયા પર એક મહિલાના એકાઉન્ટમાંથી મેસેજ આવ્યો હતો. તેઓ આ મહિલાના સંપર્કમાં આવ્યા હતા. મિત્રતા થયા બાદ બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા હતા. મહિલાએ તેમને વીડિયો કૉલ કરી જણાવ્યું હતું કે, તે સુરતમાં રહે છે અને બીજા દિવસે ફરીથી વીડિયો કોલ કરી વરાછાના સીતાનગર ચોકડી પાસે મળવા પણ બોલાવ્યા હતા. વીડિયો કૉલ પર થયેલી વાત મુજબ આધેડ મહિલાને મળવા પણ ગયો હતો.
આ પણ વાંચોઃ ચાઈનીઝ દોરીનું વેચાણ હવે ફેસબુકથી, પોલીસે ગજબના ભેજાબાજને પકડ્યો
અશ્લીલ હરકતો કરતી હતી ત્યારબાદ આ મહિલા મહિલા આધેડની બાઈક પર બેસી નજીકમાં આવેલી હરીધામ સોસાયટી પાસે એક મકાનમાં લઇ ગઈ હતી. અહીં તેણે જણાવ્યું હતું કે, મકાન તેની માસીનું છે. મહિલા આધેડને રૂમમાં લઈ ગઈ અને અશ્લીલ હરકતો કરતી હતી. તે સમયે રૂમને ધક્કો મારી 2 લોકો અંદર આવી ગયા હતા અને એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ મારી પત્ની છે. જ્યારે અન્ય વ્યક્તિએ આ મારી બહેન છે તેમ કહી આધેડને માર માર્યો હતો.
ત્રીજો વ્યક્તિ પણ ત્યાં આવ્યો માર મારવાની સાથે બંને વ્યક્તિઓએ આધેડ પાસેથી મોબાઈલ પણ લઈ લીધો હતો અને સાથે પોલીસને બોલાવી લેવાની ધમકી આપી હતી, જેથી આધેડ ભયભીત થઈ ગયો હતો. તેનો વીડિયો પણ મોબાઈલમાં ઉતારી લેવામાં આવ્યો હતો. આ વચ્ચે એક ત્રીજો વ્યક્તિ પણ ત્યાં આવ્યો હતો અને બાદમાં મામલો પૂરો કરવા માત્ર 8.50 લાખ રૂપિયાની ઑફર પણ મૂકી હતી. આથી આધેડ ડરથી રૂપિયા આપવા માટે તૈયાર થઇ ગયો હતો. આધેડે ઘરમાંથી સેઈફની ચાવી લઈને તેની પત્નીનો સોનાનો હાર અને બુટ્ટી સહિતના દાગીના ગીરવે મૂકી 4.98 લાખ રૂપિયા તે આરોપીઓને આપી દીધા હતા. એટલું જ નહીં, બીજા અઢી લાખ રૂપિયા સબંધીઓ પાસેથી મેળવી બીજા દિવસે આ ટોળકીને આપી દીધા હતા.
આ પણ વાંચોઃ Surat Crime:વિદ્યાર્થી સાથે બાથરૂમમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, શિક્ષકની ધરપકડ
અન્ય આરોપીઓએ પોલીસ હોવાનું જણાવ્યું હતું 19 ડિસેમ્બરે જ્યારે પોતાની નોકરી પર જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ તેની સામે 2 લોકો આવી ગયા હતા અને આંતરીને તેને જણાવ્યું હતું કે, તેઓ પુના પોલીસ સ્ટેશનથી આવી રહ્યા છે અને અઠવાડિયા પહેલા જે ઘટના થઈ હતી. તે પોલીસ મથકમાં પહોંચી ગઈ છે એમ જણાવ્યું હતું. સાથે કહ્યું હતું કે, તેના ઘરમાં ઝઘડો થયો છે. મેટર આગળ ન વધવા દેવી હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે. આધેડે 9 લાખ રુપિયાની સગવડ કરી આ બંને લોકોને આપી દીધા હતા. જોકે, આધેડ આ ઘટના બાદ ચિંતામાં રહેતા હોય સમગ્ર મામલે પરિવારજનોને વાત કરતા મામલો વરાછા પોલીસ મથકે પહોચ્યો હતો.
પત્રકાર અને પોલીસની ઓળખ આપી હતી વરાછા પોલીસ મથકના (Varachha Police Station) એસીપી ટી. કે. પટેલે જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનામાં એક દંપતી સહિત 4 મહિલા અને 2 પુરૂષની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાનું નામ ધારણ કરી ચેટ કરી હતી અને બાદમાં વીડિયો કોલ કરી ફરીયાદીને સકંજામાં ફસાવ્યા હતા. પત્રકાર અને પોલીસની ઓળખ આપી કુલ 16.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ફરિયાદ આવતાની સાથે જ અમે સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ હાથ ધરી આરોપીઓની ધરપકડ કરી છે અને જે પૈકી આરોપીઓ પાસેથી 5.74 લાખ રોકડા કબજે કરવામાં આવ્યો છે અન્ય આરોપીઓને પકડવાના માટે ટીમો પણ રવાના કરવામાં આવી છે.