ETV Bharat / state

બારડોલીની સરભોણમાં હિટ એન્ડ રન, કારચાલકે પીધેલી હાલતમાં સાયકલ અને બુલેટને અડફેટે લીધા - બારડોલી

બારડોલી તાલુકાના સરભોણ ગામમાં બારડોલી નવસારી રોડ પર પૂરઝડપે આવતી એક કારે સાયકલને ટક્કર મારી હતી. ત્યારબાદ આ કારે બાયપાસ રોડ પર બુલેટ સવાર બે યુવકને અડફેટે લીધા હતા. ટક્કર મારી ભાગવા જતા કાર રોડની સાઈડ પરથી ગરનાળાની દિવાલ સાથે ભટકાઈ હતી. લોકોએ કારચાલકને પકડી પોલીસને હવાલે કર્યો હતો. કારચાલક પીધેલી હાલતમાં હોવાનું ગ્રામજનોએ જણાવ્યુ હતું.

બારડોલીની સરભોણમાં હિટ એન્ડ રન, કારચાલકે પીધેલી હાલતમાં સાયકલ અને બુલેટને લીધા અડફેટે

author img

By

Published : Nov 11, 2020, 10:04 PM IST

  • ભાગવા જતાં કાર ગરનાળાની દીવાલ સાથે અથડાઈ
  • લોકોએ પીધેલા ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો
  • કારમાંથી દારૂની બોટલ પણ મળી હતી

બારડોલીઃ સરભોણ ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં પીધેલી હાલતમાં એક કારચાલકે પહેલા એક સાયકલ સવાર અને ત્યારબાદ બુલેટ સવાર બે યુવકોને અડફેટમાં લેતા ચકચાર મચી ગઈ હતી. બુલેટને ટક્કર માર્યા બાદ કાર એક ગરનાળાની દિવાલ સાથે અથડાઈ હતી. લોકોએ પીધેલા કારચાલકને પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માતમાં ઇજા પામેલ ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બારડોલીની સરભોણમાં હિટ એન્ડ રન, કારચાલકે પીધેલી હાલતમાં સાયકલ અને બુલેટને લીધા અડફેટે
બારડોલીની સરભોણમાં હિટ એન્ડ રન, કારચાલકે પીધેલી હાલતમાં સાયકલ અને બુલેટને લીધા અડફેટે

અકસ્માતમાં સાઈકલસવારને ગંભીર ઈજા પહોંચી
આ અંગે મળતી માહિતી અનુસાર, બુધવારે બારડોલી તાલુકાના સરભોણ ગામમાં ચાંદદેવી ફળિયા પાસે બારડોલી નવસારી રોડ પર પૂરઝડપે આવેલી એક મારૂતિ બ્રેઝા કાર નંબર જીજે 5 આરકે 4216ના ચાલક જયેશ નગીન પટેલ (રહે. ખંભાસલા, તા. ચોર્યાસી) સાયકલ સવાર ભૂપતભાઈ નામના વ્યક્તિને ટક્કર મારી કાર લઈને નાસી છૂટ્યો હતો. ચાલક જયેશ ચિક્કાર પીધેલી હાલતમાં હોય થોડે દૂર સરભોણ બાયપાસ પર પથરાડિયા ચોકડી પાસે સામેથી આવતા બૂલેટ સવાર બે યુવકોને ટક્કર મારી કાર ગરનાળાની દિવાલ સાથે અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં બુલેટ સવાર નિલેષ આહિર અને નૈતિકને ઈજા પહોંચી હતી. સાયકલ સવાર ભૂપતભાઈને પણ ગંભીર ઈજા થઈ હોય ત્રણેયને બારડોલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગ્રામજનોએ તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. ગ્રામજનોએ ચાલક જયેશને પકડીને સરભોણ આઉટપોસ્ટના જમાદાર સંજય સાંડસૂર અને કુલદીપસિંહને હવાલે કર્યો હતો. હાલ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.