- ગુજરાતની સુગર ફેકટરીઓને લઈ ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
- 2019માં સહકારી કાયદામાં કરાયો હતો સુધારો
- ગુજરાતની સુગર ફેકટરીઓનું 4 હજાર કરોડનું ટર્ન ઓવર
બારડોલી : ગુજરાત રાજ્યમાં કુલ 27 ખાંડ ઉત્પાદક સહકારી મંડળી આવેલી છે. જેમાં લગભગ 4.5 લાખ સભાસદો છે. આ સિવાય ખાંડ ઉત્પાદનની પ્રવૃત્તિ સાથે 5.5 લાખ લોકો આડકતરી રીતે સંકળાયેલા છે. ગુજરાત રાજ્યમાં ખાંડ ઉત્પાદનનું વાર્ષિક ટર્નઓવર લગભગ 4000 કરોડ રૂપિયા છે. ખાંડ ઉત્પાદન સહકારી મંડળીઓની અગત્યતા સમજી અને રાજ્ય સરકારે 1982માં ખાંડ ઉત્પાદન સહકારી મંડળીઓને પ્રાથમિક મંડળીમાંથી નિર્દિષ્ટ મંડળીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ 2019માં સરકાર સધારો કરી સુગર ફેકટરીઓને પ્રાથમિક મંડળીમાં મૂકી દેવામાં આવી હતી. જેનો સભાસદોમાં વિરોધ હતો. કેટલાક સભાસદોએ આ સુધારાને કોર્ટમાં પડકાર્યો હતો.
દર પાંચ વર્ષે જિલ્લા કલેકટર દ્વારા થતી હતી ચૂંટણી
દર પાંચ વર્ષે આ ખાંડ ઉત્પાદક મંડળીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી થતી હોય છે. આ ચૂંટણી 1982થી રાજ્ય સરકાર દ્વારા સહકારી કાયદામાં કરેલા સુધારાને કારણે જે તે જિલ્લાના કલેક્ટર દ્વારા કરવામાં આવતી હતી. કલેક્ટર આ ચૂંટણીની કામગીરી કરવા ડેપ્યુટી કલેક્ટરને ચૂંટણી અધિકારી તરીકે નીમતા હતા. ડેપ્યુટી કલેક્ટર ચૂંટણી અધિકારી તરીકે કાર્યવાહી કરતા હોય છે. ચૂંટણીમાં તટસ્થતા અને નિષ્પક્ષતાનું તત્વ રહેતું હતું અને રહેલ હતું. નિર્દેશ મંડળીમાં સમાવેશ કરવાના કારણે આ સહકારી મંડળીઓના કામની પારદર્શકતા માં વધારો થયો હતો. તેમાં મુખ્યત્વે આ મંડળીઓની ચૂંટણી મંડળી દ્વારા પોતે નહીં પરંતુ જિલ્લાના કલેકટર દ્વારા કરવામાં આવતી હતી. ચેરમેનની મુદત 2.5 વર્ષની હતી.
આ પણ વાંચો : ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મજયંતિ નિમિત્તે ETV ભારતના દર્શકો માટે કસુંબીનો રંગ...
ગેરનિતીઓની સંભાવના
રાજ્ય સરકાર દ્વારા 3.8.2019ના રોજ સહકાર કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને ખાંડ ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીમાંથી પ્રાથમિક મંડળીમાં ઉમેરવામાં આવી હતી. આ સુધારાને કારણે સહકારી કાયદાની કલમ 74 (c)(1)(v) ને રદ કરી જે કલમ દ્વારા ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીઓમાંથી બાકાત કરવામાં આવેલ હતી. રાજ્ય વિધાનસભાના આ પ્રકારના સુધારાથી ખાંડ સહકારી મંડળીઓમાં જો નવો સુધારેલો કાયદો અમલમાં રહે તો તેના બોર્ડની ચૂંટણી કલેક્ટર દ્વારા નહીં પરંતુ પરંતુ બોર્ડ દ્વારા પોતાના નિમાયેલા ચૂંટણી અધિકારી દ્વારા થાય જેને પરિણામે ઘણી ગેરનિતિઓ, પક્ષપાત અને ભેદભાવની સંભાવના રહે છે.
સુધારો સહકારી કાયદાના સિદ્ધાંત વિરુદ્ધ - અરજદાર
રાજ્ય સરકારના આ સુધારાને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. તેમના વકીલ તરીકે ગુજરાત હાઈકોર્ટમાં અર્ચિત જાની અને અમિત બારોટ દ્રારા દલીલો કરવામાં આવી હતી. આ અરજીમાં અરજદાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, વિધાનસભાનો આ કાયદો ગેરકાયદેસર, આપખુદશાહી વાળો તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણી કરવાના સિદ્ધાંતની અને સહકારી કાયદાના સિદ્ધાંતની વિરુદ્ધનો છે તેથી તેને રદ કરવો જોઈએ. અરજદારો તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી 1982થી જ્યારે ખાંડ મંડળીઓની ચૂંટણી કલેકટર દ્વારા થતી હોય 2019 આવી ચૂંટણી કરવાની સત્તા કલેક્ટર પાસેથી લઈને જે તે ખાંડ મંડળીઓને આપવાની કલમ લોકશાહીના સિદ્ધાંતો અને સહકારી કાયદાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આને કારણે ચૂંટણી કરવાના મુક્ત અને ન્યાયી સિદ્ધાંતને ગંભીર અસર પડે છે.
આ પણ વાંચો : દેશમાં એક દિવસમાં એક કરોડથી વધુ લોકોનું રસીકરણ, PM મોદીએ અભિનંદન પાઠવ્યા
હાઇકોર્ટે સુધારો રદબાતલ ઠેરવ્યો
ગુજરાત હાઈકોર્ટ દ્વારા પિટિશન મંજૂર રાખતા રાજ્ય સરકાર નો તારીખ 3/8/2019નો સુધારો રદબાતલ કરેલ અને એમ ઠરાવ્યો હતો કે આ સુધારા પાછળના કારણો જે સરકાર દ્વારા આપવામાં આવેલો છે જેવા કે ચૂંટણીમાં મંડળીને ખર્ચ થાય છે અને સરકારી અધિકારીઓને તકલીફ પડે છે તે જોહુકમી ભર્યા છે અને બંધારણથી વિરુદ્ધના છે. ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાને કારણે હવેથી ખાંડ ઉત્પાદક સહકારી મંડળીઓને નિર્દેશ મંડળીમાં ગણવામાં આવશે અને કલમ 74 (c)(1)(v) રદ થયેલી ગણાશે નહિ. આ ચુકાદાને કારણે ખાંડ ઉત્પાદક સહકારી મંડળીઓના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી કલેકટર દ્વારા કરી શકાશે.