ETV Bharat / state

ઠંડી વધતા સુરતમાં પ્રાણી સંગ્રહાલયમાં સિંહ અને વાઘના પાંજરામાં હીટર મૂકવામાં આવ્યા

છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં તાપમાન ગબડતા 12 ડિગ્રીએ પહોંચ્યું છે. જેના કારણે શહેરમાં લોકો શીત લહેર અનુભવી રહ્યા છે. શહેરીજનો ઠંડીથી બચવા માટે પોત-પોતાની રીતે બચાવ કરી રહ્યા છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તાર ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલય ખાતે રહેતા પ્રાણીઓને પણ ઠંડીથી બચવા માટે ખાસ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

Surat
Surat
author img

By

Published : Dec 31, 2020, 4:22 PM IST

  • સુરતમાં પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ઠંડી ન લાગે તે માટે કરાઈ વ્યવસ્થા
  • ઠંડી વધતા સુરતમાં સિંહ અને વાઘના પાંજરામાં હીટર મુકવામાં આવ્યાં
  • છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં તાપમાન 12 ડિગ્રી

સુરતઃ છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં તાપમાન ગબડતા 12 ડિગ્રીએ પહોંચ્યું છે. જેના કારણે શહેરમાં લોકો શીત લહેર અનુભવી રહ્યા છે. શહેરીજનો ઠંડીથી બચવા માટે પોત-પોતાની રીતે બચાવ કરી રહ્યા છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તાર ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલય ખાતે રહેતા પ્રાણીઓને પણ ઠંડીથી બચવા માટે ખાસ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

ઠંડી વધતા સુરતમાં પ્રાણી સંગ્રહાલયમાં સિંહ અને વાઘના પાંજરામાં હીટર મૂકવામાં આવ્યા

પ્રાણીઓ પણ આ ઠંડીનો ચમકારો અનુભવી રહ્યાં છે

રાજ્યમાં ધીમેધીમે શિયાળો જામી ગયો છે. ત્યારે સુરત શહેરમાં શીતલહેર છવાઈ રહી છે. રાજ્યભરમાં કાતિલ ઠંડીનો એહસાસ માનવીની સાથે પશુઓ અને પ્રાણીઓ પણ અનુભવી રહ્યાં છે. કડકડતી ઠંડી પડતી હોય ત્યારે મનુષ્ય તો ગરમ કપડાં અને તાપણા દ્વારા ઠંડીથી રક્ષણ મેળવી લે છે પરંતુ મૂંગા પશુ પક્ષી માટે તો વ્યવસ્થા કરી દેવાની જવાબદારી ઝૂ ના કર્મચારીની અને વનવિભાગની રહેતી હોય છે. જેથી ઠંડીથી પ્રાણીઓને રક્ષણ આપવા માટે તેમના માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં કરવામાં આવી છે. ઝૂ માં પ્રાણીઓ માટે હીટર મુકવામાં આવ્યા છે. શિયાળાથી રક્ષણ મળે તે માટે વસાણા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરામાં ઘાસ પણ પાથરવામાં આવ્યું છે.

સિંહ અને વાઘના પાંજરામાં હીટર મૂકવામાં આવ્યા

ઠંડીના કારણે પ્રાણીઓની હાલત કફોડી થઈ ગઈ હતી. હાલ હીટરમાંથી ગરમ હવા મળતા ઝૂમાં હાજર પ્રાણીઓને ઠંડીથી રાહત મેળવશે. ઝૂ નાં પ્રાણીઓનું ધ્યાન રાખતા અધિકારીએ ડૉ.રાજેશ પટેલે કહ્યું કે સિંહ અને વાઘના પાંજરામાં હીટર ટેબલ પર મૂકવામાં આવ્યા છે, જેથી તેમને ઠંડીમાં હૂંફ મળે. હીટર હરણના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી આથી ટેમ્પરેચર કન્ટ્રોલમાં રહે તે માટે તેની આજુબાજુ સૂકું ઘાસ મૂક્યું છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.