સુરત: કુમાર કાનાણીએ નવનિર્માણ કેન્સર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, સુરતના પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલ અને આદિવાસી પ્રધાન ગણપત વસાવા સહિતના આગેવાનો મળીને ખાસ કોરોના અંગે ખાસ ચર્ચા હાથ કરવામાં આવી હતી. જેમાં કોરોના વાઇરસના સંક્રમણને વધતા કેવી રીતે રોકી શકાય. આ માટે સુરતમાં ખાસ 72 કલાકમાં અલગથી કોરોના વાઇરસ વિભાગ શરૂ કરવામાં આવી રહ્યો છે. તેમણે આ સાથે જ જણાવ્યું હતું કે, તમામ મેડિકલ અધિકારીઓ અને ડૉક્ટરો સાથે ચર્ચા પણ કરવામાં આવી છે કે, કઈ મેડિકલ સુવિધાઓની અછત છે અને તેને 2થી 3 ગણી કેવી રીતે કરી શકાય.
આ અંગે કાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે દેશની સેના સીમા પર લડી દેશની સુરક્ષા કરે છે, તેવી જ રીતે ઘરે રહી દેશની સેવા કરવાનો અવસર છે. જેથી દેશમાં સંક્રમણ વધે નહીં. આ માનવજાતની લડાઈ છે અને લોકોએ માત્ર સહયોગ આપવાની જરૂર છે.