ETV Bharat / state

Surat Police : ખોરડાનો અનોખો ખાખીધારી, 16 કિલોમીટર સાયકલ ચલાવીને જાય છે ફરજ પર - સુરતમાં સાયકલ

સુરતમાં એક હેડ કોન્સ્ટેબલ દરરોજ 16 કિલોમીટર સાયકલ ચલાવી ફરજ પર આવે છે. આ હેડ કોન્સ્ટેબલને સારી કામગીરીએ તેમની એકાઉન્ટ રાઈટર તરીકે નિમણૂક કરવામાં આવી. તેમાં પણ તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. (Surat police station)

Surat Police : ખોરડાનો અનોખો ખાખી, 16 કિલોમીટર સાયકલ ચલાવીને જાય છે ફરજ પર

author img

By

Published : Feb 3, 2023, 10:42 AM IST

સુરતનો એક અનોખો હેડ કોન્સ્ટેબલ

સુરત : મુખ્ય પોલીસ મથક ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભોપા મીર જેઓ સ્વસ્થ આરોગ્ય અને સ્વચ્છ પર્યાવરણ જાગૃતિ માટે રોજ 16 કિલોમીટર સાયકલ ચલાવી ફરજ પર આવે છે. સુરત ગ્રામ્ય પોલીસ મુખ્ય મથક ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે અન્ય પોલીસ કર્મી કરતાં જુદા વિચારના છે, તેમનું માનવું છે કે સ્વચ્છ છબી સાથે ખાખીને વફાદાર રહી પોલીસ વિભાગમાં ફરજ બજાવવામાં માનતા હોય તેઓ પોલીસ મુખ્ય મથક ખાતે ફરજ બજાવવાનું પસંદ કરે છે. આટલું જ નહીં પણ આ પોલીસ કર્મી સ્વસ્થ આરોગ્ય અને સ્વચ્છ પર્યાવરણની જાગૃતિ માટે રોજ 16 કિલોમીટર સાઇકલ હંકારી ફરજ પર આવી દરેક માટે ઉદાહરણ રૂપ અનોખી કામગીરી કરી રહ્યા છે.

પોલીસ વિભાગમાં કામ કરવું એ સ્વપ્ન : ઓલપાડ તાલુકાના સાયણ ગામ નજીક સાયણ સુગર ખાતે પડાવ પારીને રહેલા માલધારી સમાજના સામાન્ય પરિવારના જીવણભાઈ મીર કે જેઓ પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેમના દીકરા ભોપા મીરને બાળપણથી પોલીસ વિભાગમાં ફરજ બજાવવાનું સ્વપ્ન હતું. નાનપણથી માતા પિતાને પશુપાલન કામગીરીમાં મદદ કરી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યા બાદ સ્વપ્રયત્ને સાચી લગનથી વર્ષ 2007માં ગુજરાત પોલીસમાં પસંદગી પામ્યા. એક વર્ષની તાલીમ અને ત્યારબાદ પ્રથમ નિમણૂક સુરત ગ્રામ્ય પોલીસ મુખ્ય મથક ઘલુડી ખાતે થયા બાદ 3 વર્ષ સુધી કેદી પાર્ટીમાં ફરજ બજાવી. બાદમાં જનરલ કામગીરી સાથે હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન થતા સારી કામગીરીએ તેમની એકાઉન્ટ રાઈટર તરીકે નિમણૂક કરવામાં આવી.

ખોરડાનો ખાખી
ખોરડાનો ખાખી

શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડથી સન્માનિત : આ ઉપરાંત ઘલુડી ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભૂપા મીરની શ્રેષ્ઠ એકાઉન્ટ રાઈટર તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે 8 ફેબ્રુઆરી 2022 સુધી ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ કર્મીઓને પગારમાં રૂપિયા 20 સાઇકલ એલાઉન્સ આપવામાં આવતું હતું. ત્યારે પોલીસ વિભાગના સાઇકલ એલાઉન્સનો લાભ લેતા પોલીસકર્મી સાઇકલ ચલાવવાનું શીખે અને આ રીતે કરીને સ્વસ્થ આરોગ્ય સાથે સ્વચ્છ પર્યાવરણ બનાવવામાં સહભાગી થાય તેવી કામગીરી કરવાનું કોન્સ્ટેબલ ભૂપા મીરે વિચાર્યું હતું. આ કામગીરીની પોતાનાથી શરૂઆત કરવાના ભાગરૂપે પાંચ વર્ષથી પોતે સાઇકલ ચલાવતા થયા. કામરેજ તાલુકાના ઘલુડી ગામ ખાતે આવેલ સુરત ગ્રામ્ય પોલીસ મુખ્ય મથક થી ભૂપા ભાઈ મીર નું સાયણ સુગર રોડ પર આવેલું ઘર 8 કિલોમીટર દૂર પડે છે.

પરિવારને પણ કામમાં મદદ કરે છે ભોપા મીર : ભોપા મીર વહેલી સવારે ઉઠી પોતાના ઘરે રાખેલી ગાયો દોહવા સાથે દૂધ ડેરીમાં ભરી અન્ય કામો કરી નિત્ય કર્મ મુજબ સવારે સાઇકલ લઈને ફરજ પર આવે છે અને સાંજે સાઇકલ લઈને ઘરે જાય છે. આમ રોજ 16 કિલોમીટર સાઇકલ હંકારી પોલીસ મુખ્ય મથક ખાતે ફરજ પર આવે જાય છે. રોજ 16 કિલોમીટર સાઇકલ હંકારી ફરજ પર આવજા કરતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ભૂપા મીરના કહેવા મુજબ પોલીસમાં નોકરી કરવી હોય તો પોલીસ કર્મીએ આરોગ્યની દ્રષ્ટિએ તંદુરસ્ત રહેવું ખૂબ જરૂરી છે. પોલીસ વિભાગમાં કામના ભારણ સાથે અન્ય બાબતોએ પોલીસ કર્મીઓ સ્વાસ્થયનું ધ્યાન રાખી શકતા ન હોય, ત્યારે વહીવટી કામગીરી સિવાય ફરજ દરમિયાન અથવા ફરજ પર આવતા જતા સાઇકલ હંકારી સ્વાસ્થ્ય સાથે પર્યાવરણની રક્ષા કરવામાં મદદરૂપ થઈ શકે છે.

આ પણ વાંચો : Surat Crime News : સુરતમાં વર્ષ 2017માં ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ ગાંજા માફિયાની ઓડિશાથી ધરપકડ

16 વર્ષથી પોલીસ મુખ્ય મથકમાં ફરજ બજાવે : ભૂપા મીર છેલ્લા 16 વર્ષથી પોલીસ મુખ્ય મથક ખાતે ફરજ બજાવી રહ્યા છે. સામાન્ય રીતે પોલીસમાં વિભાગમાં ફરજ મોકુફી દરમિયાન પોલીસ કર્મીને શિક્ષાના ભાગરૂપે પોલીસ કર્મી કે અધિકારીને પોલીસ મુખ્ય મથક ખાતે મૂકવામાં આવતા હોય છે. ત્યારે પોલીસ સ્ટેશન અને આઉટ પોસ્ટ પર નિમણૂક માટે લાઈઝનિંગ કરતાં પોલીસ કર્મી માટે ભૂપા મીર ઉધારણ રૂપ છે. પોલીસમાં ભરતી થયા બાદ 16 વર્ષથી મુખ્ય પોલીસ મથક ખાતે ફરજ પર રહી પોલીસ કર્મીને ફરજ દરમિયાન શિક્ષાત્મક કાર્યવાહી ભાગરૂપે મુખ્ય મથક ખાતે ફરજ પર મૂકવામાં આવતા હોવાની માન્યતા પણ તેમણે ખોટી સાબિત કરી છે.

આ પણ વાંચો : Ahmedabad Crime : યુવકે બુલિયન વેપારીને નકલી નોટો પધરાવી 500 ગ્રામ સોનું છેતરીને લઇ ગયો, અમદાવાદ પોલીસ પકડી લાવી

છેલ્લા પાંચ વર્ષથી સાઇકલ ચલાવું : ભોપા મીરએ જણાવ્યું હતું કે, સાઇકલનું પોલીસ વિભાગમાં ખૂબ મહત્વ રહ્યું છે. એવું પોલીસમાં ભરતી થયા બાદ મે સિનિયર પોલીસ કર્મીઓ પાસે સાંભળ્યુ અને વાંચ્યું છે. ગુજરાત સહિત અન્ય રાજ્યની પોલીસ સાયકલ પર પેટ્રોલિંગ કરવા સાથે અન્ય ખાતાકીય કામગીરી કરતી હોવાથી જ પોલીસ કર્મીઓને માસ્ક 20 રૂપિયા સાઇકલ ભથું આપવામાં આવતું હતું. સમય સાથે પોલીસ કર્મીઓ સાઇકલ ચલાવવાનું ભૂલ્યા, હું છેલ્લા પાંચ વર્ષથી સાયકલ ચલાવું છું. જેનાથી મારું સ્વાસ્થ્ય સારું રહેવા સાથે નાણાકીય બચત પણ થાય છે. આટલું જ નહીં પણ આ રીતે વાહનો થી થતાં પ્રદૂષણ ને અટકાવવામાં પણ મારૂ યોગદાન રહ્યું છે. સમાજના તમામ લોકોને મારો સંદેશ છે. સ્વસ્થ આરોગ્ય અને સ્વચ્છ પર્યાવરણ માટે સાઇકલ ચલાવતા થાવ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.