ETV Bharat / state

Surat News: સુરતના હર્ષિત બધેરીયાનો CMA ની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં છઠ્ઠો ક્રમ, આખા ગુજરાતમાં પ્રથમ ક્રમ - All India 1st in All Gujarat in CMA Exam

સુરતના હર્ષિત બધેરીયાએ CMA ની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં છઠ્ઠો ક્રમ મેળવી આખા ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. ત્યારે તેની જ સાથે હર્ષિલ કપાલીયા પણ ઓલ ઇન્ડિયામાં દસમો ક્રમ મેળવી આખા ગુજરાતમાં બીજા ક્રમે આવ્યો છે. જોકે ગત જૂન 2023માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ( CMA ) દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. જેનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

સુરતના હર્ષિત બધેરીયાનો CMA ની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં છઠ્ઠો ક્રમ,  આખા ગુજરાતમાં પ્રથમ ક્રમ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 10:43 AM IST

સુરતના હર્ષિત બધેરીયાનો CMA ની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં છઠ્ઠો ક્રમ, આખા ગુજરાતમાં પ્રથમ ક્રમ

સુરત: ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા CMA દ્વારા ગત જૂન 2023માં પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે આજરોજ તેમના જ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ફરી એક વખત સુરતના વિદ્યાર્થીઓ આખા દેશમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સુરત નવ વિદ્યાર્થીઓ ટોપ 15 માં સ્થાન મેળવ્યું છે. ત્યારે સુરતના હર્ષિત બધેરીયા આ પરીક્ષામાં 800 માંથી 563 માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયામાં છઠ્ઠા ક્રમે અને આખા ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે.

પરિણામ આવ્યું: તેમની સાથે જ હર્ષિલ કપાલીયા પણ આ પરીક્ષામાં 800 માંથી 547 માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયામાં દસમાં ક્રમે આવી આખા ગુજરાતમાં બીજા ક્રમે આવ્યો છે. જોકે આ વખતે CMA ની પરીક્ષામાં ગ્રુપ એ માં કુલ 7892 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 595 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે કુલ 7.54 ટકા જેટલું પરિણામ આવ્યું છે. ત્યારે ગ્રુપ બી માં 1277 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 132 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરી છે. એટલે કે કુલ 10.34 ટકા જેટલું પરિણામ આવ્યું છે.

"ફરી એક વખત સુરતના વિદ્યાર્થીઓ આખા દેશમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સુરત નવ વિદ્યાર્થીઓ ટોપ 15 માં સ્થાન મેળવ્યું છે. સુરતના હર્ષિત બધેરીયા ઓલ ઇન્ડિયામાં છઠ્ઠો ક્રમ મેળવી આખા ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. તે ઉપરાંત હર્ષિલ કપાલીયા પણ ઓલ ઇન્ડિયામાં દસમો ક્રમ મેળવી આખા ગુજરાતમાં બીજા ક્રમે આવ્યો છે."-- રવિ છાછરીયા ( CA ઇન્સ્ટિટ્યૂટના સંચાલક )

પરીક્ષા સરળ લાગશે: આ બાબતે ઓલ ઇન્ડિયામાં છઠ્ઠો ક્રમ મેળવી આખા ગુજરાતમાં પ્રથમ ક્રમે આવનાર હર્ષિત બધેરીયાએ જણાવ્યું કે, આ વખતે જે ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા CMA દ્વારા ગત જૂન 2023માં પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં મારો 800 માંથી 563 માર્ક્સ મેળવી આખા ઇન્ડિયામાં છઠ્ઠા ક્રમે આવી આખા ગુજરાતમાં પહેલા નંબર આવ્યો છું. આ પરિણામ પાછળ મેં ખૂબ જ મહેનત કરી છે. પરીક્ષા અઘરી હોતી નથી. પરંતુ જો તમે પરીક્ષા પાછળ લાગી જાઓ તો તમને પરીક્ષા સરળ લાગશે.

  1. Surat News: સુરત પોલીસ દ્વારા ગણેશ વિસર્જન લઈને તમામ તૈયારીઓ પૂર્ણ, 'ચકલું ન ફરકી શકે' તેવી પોલીસની સુરક્ષા
  2. Operation Wanted: સુરત પોલીસે 'ઑપરેશન વોન્ટેડ' અંતર્ગત દોઢ વર્ષમાં નાસતાં-ફરતાં 183 ભાગેડુ ઝડપી પાડ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.