રાજદ્રોહ કેસની તારીખ હોવાથી કોંગ્રેસના યુવાનેતા સુરત કોર્ટમાં હાજરી આપવા આવ્યા હતા. તે દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે જૂનાગઢ કોર્પોરેશનમાં કોંગ્રેસની હાર મામલે જણાવ્યું હતું કે, છેલ્લી ત્રણ ટર્મથી પાલિકા ચૂંટણી ભાજપ જીતે છે. તો કેવી રીતે કોંગ્રેસનું ગઢ કહી શકાય. માત્ર ધારાસભ્ય કોંગ્રેસના છે. ક્યાંકને ક્યાંક કોંગ્રેસની ભૂલ થઈ છે. પાર્ટી કદાચ ઉમેદવાર ઉતારવામાં કાચી પડી હશે. ચોક્કસ રીતે પરાજય થઈ છે. હાર જીત જે પણ હોય સ્વીકારવી જોઈએ. જૂનાગઢ કોર્પોરેશનમાં જે પણ ભ્રષ્ટાચાર થયા છે. તેણે ઉજાગર કરવામાં કોંગ્રેસ ક્યાંક કાચી રહી ગઈ છે.
જો કે સુરત કોર્ટમાં રજૂ થતાં પહેલા હાર્દિક પટેલ દ્વારા સુરત પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરવામાં આવી હતી. આ અંગે જ્યારે હાર્દિક પટેલને પૂછવામાં આવ્યું ત્યારે, હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, "કાયદાકીય પ્રક્રિયામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરી છે. જે પણ માંગણીનું કારણ છે, તેને જણાવવાની જરૂર નથી.