સુરતઃ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ હુલડ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન આ અંગે જણાવ્યું હતું કે ગેરકાયદેસર મિલકતો ન ચલાવી લેવાય. જે લોકો હિંસા કરશે(Violence in Gujarat) તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હનુમાન જયંતી છે અને રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન સુરતના ક્ષેત્રપાલ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ મોરબીમાં PM મોદીએ હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ
હનુમાન જયંતીની શુભેચ્છા પાઠવી - રાજ્યના તમામ લોકોને હનુમાન જયંતીની શુભેચ્છા(Hanuman Jayanti 2022 ) પણ પાઠવી હતી. રામનવમીના દિવસે ખંભાત અને હિંમતનગરમાં થયેલી હિંસા (Violence in Khambhat and Himmatnagar )બાદ બુલડોઝર કાર્યવાહી સંપત્તિ ઉપર કરવામાં આવી હતી તેને લઈને રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને નિવેદન પણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિક શાંતિ પૂર્ણ છે. કોઈ પણ તહેવાર પર પથ્થરબાજી, કે કોઈ પણ પ્રકારની અવ્યસ્થા તોડવાનો પ્રયાસ કરશે તો પોલીસ કડક કાર્યવાહી કરાશે. ગેર કાયદેસર મિલકતો ન ચલાવી શકાય.
આ પણ વાંચોઃ Communal Violence In Himmatnagar: હિંમતનગરમાં હિંસા મામલે 20 લોકોની ધરપકડ, જાણો અત્યાર સુધીનો ઘટનાક્રમ