અમદાવાદ: ગુજરાતમાં હાલ હવામાન એકંદરે સૂકું અને ભેજવાળું છે. ચોમાસાની ઋતુ હવે સ્થિર થઈ છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદ પણ વિરામ પર છે. હવે હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આવનારા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ થઈ શકે છે. તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
- — IMD Ahmedbad (@IMDAHMEDABAD) August 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) August 15, 2023
">— IMD Ahmedbad (@IMDAHMEDABAD) August 15, 2023
સામાન્ય વરસાદઃ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેને કારણે હાલ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ વાતાવરણ વાદળછાયું રહેશે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
આજે રાજ્યના કેટલાક સ્થળે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદ પડી શકે છે. આ સાથે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે...અભિમન્યુ ચૌહાણ (અધિકારી, હવામાન વિભાગ)
ભારે વરસાદની સંભાવના નહિવતઃ રાજ્યમાં હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે તેવામાં મોટાભાગના વિસ્તારોમાં શુષ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને લીધે હવામાન વિભાગ દ્વારા આગામી અઠવાડિયા દરમ્યાન ભારે વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી. પરંતુ ચોમાસાની સીઝન મુજબ હવામાન વિભાગે સાત દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. રાજ્યના અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આગામી ચોવીસ કલાક દરમિયાન દમણ, દાદરા નગર હવેલી, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, સાબરકાંઠા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દીવ અને કચ્છમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.