સુરત: ગુજરાત વિધાનસભા ચૂંટણીને(gujarat legislative assembly 2022) આડે હવે ગણતરીના દિવસો જ રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપે રાજ્યના પ્રધાનો ઉપરાંત કેન્દ્રીય નેતૃત્વને પણ મેદાને ઉતાર્યું છે. સત્તાના મેદાનમાં જીત હાંસલ કરવા દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ત્યારે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ(State Home Minister Harsh Sanghvi) સુરતના(Surat legislative Assembly) હીરા બજારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. ઉપરાંત આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. આપના સુકેશ ચંદ્રશેખર(Sukesh Chandrasekhar) અને સત્યેન્દ્ર જૈનનું(Satyendar Kumar Jain) નામ લઈ કટ્ટર ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા.
મતદારોને આકર્ષવા પ્રયાસો: ગુજરાતના રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરતના મહીધરપુરા હીરા બજારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. હર્ષ સંઘવી પોતે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ત્યારે હીરા ઉદ્યોગના વેપારીઓ અને રત્નકલાકારો ભાજપને મત આપે તે હેતુથી તેઓ ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. સુરત હીરા ઉદ્યોગમાં સૌરાષ્ટ્રના લોકો કાર્યરત છે અને વર્ષોથી વેપાર ચલાવી રહ્યા છે. જે મુદ્દે તેમણે કહ્યું કે "વેપાર કોને કેહવાય અને કઈ રીતે કરાય એ મહિધરપૂરા હીરા બજારમાં શીખી શકાય. હું પોતે વેપાર આ હીરા બજારથી શીખ્યો છું. આ હીરા બજાર સાથે મારો જૂનો નાતો છે. હજારો લોકોને જ્યારે વંદન કરવા અહીં નીકળ્યો ત્યારે અહીંના લોકોએ મોદી- મોદીના નારા લગાવ્યા હતા. અહીંના લોકો એવા છે કે પોતાની ઓફિસથી બહાર નીકળતા નથી, કામ કરતા હોય છે તેમ છતાં એમને વધામણા કરવા માટે બહાર નીકળ્યા."
ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર: હર્ષ સંઘવીએ દ્વારકામાં ગેરકાયદેસર દબાણનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે "દ્વારકામાં લાખો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. ગેરકાયદેસર બાંધકામ ત્યાં ન ચલાવી લેવાય. ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ચાલવામાં આવ્યા તો શું આ મામલે કોંગ્રેસને જવાબ આપવાની જરૂર છે ?" આ સભા થકી હર્ષ સંઘવીએ લોકોને ભાજપ તરફી આકર્ષવા પ્રયાસ કર્યા હતા.
હેલ્થ મોડલ દિલ્હીમાં ફેઇલ: ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પણ નિશાન સાધતાં કહ્યું હતું કે "સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો મહેમાનનું સ્વાગત કરે છે પરંતુ તેમણે ઘર નહિ આપી દેતા. તો આપણે ઘર આપવાનું નથી. દેશ તોડવાવાળી શક્તિ સામે હિસાબ કિતાબ બરાબર કરવાનો સમય છે. વડીલોએ ગુજરાતમાં ગુંડા રાજ જોયા છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી અને ત્યાં ખુન ખરાબા શરૂ થઈ ગયા છે. પોતાના પંજાબને સંભાળી નથી શકતા અને નહિ આવી મોટા મોટા ફાંકા મારે છે. તેમના આરોગ્યપ્રધાન સત્યેન્દ્ર જૈનના જેલમાં મસાજનો વીડિયો વાયરલ થયો છે. હેલ્થ મોડલ દિલ્હીમાં ફેઇલ થઈ ગયું છે જેથી જેલમાં દિલ્હી હેલ્થ મોડલ આ રીતે ચાલુ કર્યું છે અગાઉ જેલમાં સુકેશ ચંદ્રશેખર કાંડ ચાલી રહ્યું હતું.આ લોકો કટર ભ્રષ્ટાચારી છે."