સુરત શહેરની પૂર્વ વિધાનસભા બેઠક (Surat West Assembly Seat) પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ (Kanchan Jariwala AAP Candidate) ફોર્મ પરત ખેંચી લેતા બૂમરાણ મચી હતી. ત્યારે હવે અહીં આપના ડમી અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. એટલે ફરી રાજકીય ભૂકંપ જોવા મળ્યો છે. હવે અહીંથી ડમી ઉમેદવાર સલીમ મુલતાની (Independent Candidate Salim Multani Surat) અપક્ષ ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડશે નહીં.
આ બેઠક પર ત્રિપાંખીયો નહીં દ્વિપાંખિયો જંગ જોવા મળશે રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી સુરત પૂર્વ વિધાનસભાની બેઠક (Surat West Assembly Seat) પરથી આપના ઉમેદવાર બાદ અપક્ષ ઉમેદવારે પીછેહઠ કરી છે. એટલે હવે સુરતની આ બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ રાણા અને કૉંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાળા વચ્ચે જંગ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, સુરત વિધાનસભાની પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કંચન જરીવાલાએ (Kanchan Jariwala AAP Candidate) ઉમેદવારીપત્ર ભર્યુ હતું. ત્યારબાદ 2 દિવસ દરમિયાન રચાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત આવી ગયો હતો.
સલીમે તેમના ડમી તરીકે ઉમેદવારીપત્ર ભર્યું હતું AAPના સુરત પૂર્વના ડમી ઉમેદવારી નોંધાવનારા સલીમ મુલતાનીએ (Independent Candidate Salim Multani Surat) પણ પોતાનો ફોર્મ પરત ખેંચી લીધું છે. કંચન જરીવાલાએ (Kanchan Jariwala AAP Candidate) પોતાની ઉમેદવારી પત્રક સાથે સલીમે તેમના ડમી તરીકે ઉમેદવારી પત્ર ભર્યુ હતું. ચૂંટણી પંચના નિયમ મુજબ મેન્ડેટ નહીં હોવાના કારણે સલીમ મુલતાની આપના બેનર હેઠળ ચૂંટણી લડી નહીં શકે એમ હોવાથી અપક્ષ ઉમેદવાર તરીકે તેમનો ઉમેદવારીપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું.
લાભ ભાજપને થઈ શકે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે આપના ડમી અને અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ પોતાનો (Independent Candidate Salim Multani Surat) ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધું હતું. જો તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે તો તેનો લાભ ભાજપને થઈ શકે છે. આના કારણે પાર્ટીના નિર્દેશ બાદ તેઓએ ફોર્મ પાછું ખેચ્યું છે.