ETV Bharat / state

બારડોલીમાં ત્રિપાંખીયો જંગ : ક્યો ઉમેદવાર લોકોને રિઝવવામાં થશે સફળ - Gujarat Assembly Election 2022

સુરત જિલ્લાની બારડોલી વિધાનસભા બેઠક પર ત્રણેય પક્ષોએ પોતપોતાના (Bardoli Assembly candidate list) ઉમેદવારો જાહેર કરી દેતા હવે ત્રિકોણીય જંગ નિશ્ચિત બન્યો છે. ભાજપ દ્વારા ઈશ્વર પરમારને રિપીટ કરવામાં આવ્યા છે. તો કોંગ્રેસ પાર્ટીએ એક મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ રાજેન્દ્ર સોલંકી પર પસંદગી ઉતારી છે. (Gujarat Assembly Election 2022)

બારડોલીમાં ત્રિપાંખીયો જંગ : ક્યો ઉમેદવાર લોકોને રિઝવવામાં થશે સફળ

author img

By

Published : Nov 10, 2022, 1:56 PM IST

Updated : Nov 11, 2022, 11:19 AM IST

સુરત : જિલ્લાની બારડોલી વિધાનસભા (169) પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ ભાજપે (Bardoli Assembly candidate list) પણ તેમના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. ભાજપે પૂર્વ પ્રધાન અને બે ટર્મથી ધારાસભ્ય રહેલા ઈશ્વર પરમારને ટિકિટ આપવામાં આવી છે. ઈશ્વરને ટિકિટ મળતા જ તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે બારડોલી વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ જોવા મળશે. આ પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપમાંથી આવેલા રાજેન્દ્ર સોલંકીને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે મહિલા ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્યના પત્ની પન્ના પટેલને મેદાનમાં ઉતાર્યા છે. (assembly election 2022)

બેઠકની ખાસિયત -બારડોલી વિધાનસભા બેઠકની (Bardoli Assembly Seat)ખાસિયત એ છે કે આ વિસ્તારને સમૃદ્ધ વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. બારડોલી સત્યાગ્રહને કારણે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બારડોલી ખેતી અને ઔદ્યોગિક આમ બંને રીતે સમૃદ્ધ છે. આ વિસ્તારમાં હવે બુલેટ ટ્રેન પણ પસાર થવાની હોય વિકાસની ગતિ ઓર તેજ બનશે. પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેનનું સૌથી પહેલું સ્ટેશન બારડોલી વિધાનસભા વિસ્તારમાં આવેલા અંત્રોલી ખાતે નિર્માણ પામશે. આ ઉપરાંત બારડોલી ખાતે એશિયાનું સહકારી ક્ષેત્રનું સૌથી મોટું ખાંડ કારખાનું આવેલું છે. વિસ્તારના લગભગ દરેક ગામમાંથી મોટી સંખ્યામાં લોકો USA, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા અને કેનેડા જેવા દેશોમાં સ્થાયી થયા છે. તેઓ પણ પોતાના વતનનું ઋણ ચૂકવી વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યા છે.

ઈશ્વર પરમાર બે ટર્મથી ધારાસભ્ય બારડોલી બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ બેઠક પર ભાજપના ઈશ્વર પરમાર સતત બે ટર્મથી વિજેતા થતા આવ્યા છે અને રૂપાણી સરકારમાં તેઓ સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન તરીકે (Surat assembly seat) પણ રહી ચૂક્યા છે. અનેક અટકળો બાદ ઈશ્વર પરમારને ફરી રીપીટ કરવામાં આવ્યા છે. તેમની ફરી એક વખત પસંદગી થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કાર્યકરોએ તેમના કાર્યાલય ખાતે પહોંચી અભિનંદન આપ્યા હતા. (Surat Assembly Elections)

કોંગ્રેસે મહિલાને મેદાનમાં ઉતારી કોંગ્રેસે મહિલા ઉમેદવાર પન્ના પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેઓ ગત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ જીતી શક્યા ન હતા. તેમના પતિ અનિલ પટેલ (કંટાળી) અનુસૂચિત જનજાતિમાંથી આવે છે અને બારડોલી બેઠક પરથી વર્ષ 2002માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પન્નાબેનના નામની જાહેરાતથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં ખાંસી નારાજગી જોવા મળી રહી છે. (Surat Assembly Candidate)

આપના ઉમેદવાર રોકડની કથિત હેરફેરને લઈને વિવાદોમાં આમ આદમી પાર્ટીએ ભાજપમાંથી આવેલા રાજેન્દ્ર સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. રાજેન્દ્ર સોલંકી હાલમાં જ કારમાંથી 20 લાખ રૂપિયા ચોરીના પ્રયાસની ઘટના બાદ વિવાદોમાં આવ્યા હતા. 20 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા તેની તપાસ દરમિયાન સમગ્ર મુદ્દો કથિત હવાલા કૌભાંડ સુધી પહોંચ્યો હતો. જેને લઈને તેમની પ્રતિષ્ઠાને પણ નુકસાન થયું હતું. (Gujarat Assembly Election 2022)

બારડોલી વિધાનસભા બેઠકના પ્રશ્નોના ઉકેલની માગ - વિધાનસભા વિસ્તારના (Bardoli Assembly Seat) અમુક છેવાડાના ગામોને બાદ કરતાં અહીં લગભગ મોટા ભાગના ગામોમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ છે. બારડોલી વિધાનસભા વિસ્તારમાં સૌથી મોટો પલસાણા તાલુકામાં ઔદ્યોગિક વિસ્તારને કારણે વધી રહેલા પ્રદૂષણનો છે. સાથે જ ઔદ્યોગિક વિસ્તારમાં નાગરિકોની સુરક્ષા પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે. પલસાણા અને કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં વધી રહેલા ક્રાઇમ રેટ બારડોલીની સમૃદ્ધિ માટે કાળી ટીલી સમાન છે. વરેલી, જોળવા, તાતીથૈયા, કડોદરા વિસ્તારમાં રોજગારી માટે અન્ય રાજ્યમાંથી મોટા પ્રમાણમાં લોકો અહીં આવીને વસ્યા છે. આ વિસ્તારોમાં વધી રહેલી ગુનાખોરી પર અંકુશ આવે તેવી પણ માગ વિસ્તારના લોકોની છે.

Last Updated : Nov 11, 2022, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.