ETV Bharat / state

Molasses GST Reduced: પશુપાલકો આનંદો, મોલાસીસ ઉપર GST 28 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો, જાણો કેટલી થશે રાહત - જીએસટી

કેન્દ્ર સરકાર દ્વારા પશુઓને અપાતા દાણમાં વપરાતા મોલાસીસ પરના 28 ટકા જેટલા જીએસટીને ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.

Molasses GST Reduced:
Molasses GST Reduced:
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 4:06 PM IST

Updated : Nov 2, 2023, 4:45 PM IST

મોલાસીસ ઉપર GST 28 ટકાથી ઘટાડી 5 ટકા

સુરત: દિવાળી પહેલા ગુજરાતના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. પશુપાલકોના ગાય ભેંસના આહાર માટે વપરાતા પશુ સમતોલદાણમાં વપરાતા મોલાસીસ ઉપર જીએસટી 28 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે. ગુજરાતની દૂધ સંઘો વાર્ષિક 29 લાખ ટન પશુ આહાર ઉત્પાદન કરે છે જેમાં મોલાસીસનો 3 લાખ ટનનો વપરાશ થાય છે. ભારત સરકારે મોલાસીસ પરથી GST ઘટાડતા દૂધ સંઘોને પ્રતિ ટન 400 રૂપિયાનો ફાયદો થશે. જેથી પશુપાલકોને વર્ષે લગભગ 100 કરોડની રાહત મળશે.

"ભારત સરકાર તરફથી કરીને મોલાસીસ પર 28 ટકા જીએસટી ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યા છે. દિવાળીના સમયે ખાસ કરીને પશુપાલકોમાં ઘણા સમયથી દૂધ સંઘોની માંગણી હતી કે જે પશુ આહાર બનાવે છે તેમાં ત્રણ લાખ ટનથી પણ વધુ મોલાસીસનો વપરાશ થાય છે. આની ઉપર 28 ટકા જીએસટી હોવાથી ખૂબ જ મોટું ભારણ હાલ પશુપાલકોને થતું હતું." - જયેશ પટેલ ( ડિરેક્ટર -સુમુલ ડેરી)

તમામ રજૂઆતોના કારણે કેન્દ્ર સરકારે દિવાળીના સમયે ખૂબ જ ઉમદા નિર્ણય લીધો છે. જીએસટી 28 ટકા હતો તે ઘટાડીને 5 ટકા કરી દેવાના કારણે સમગ્ર પશુપાલકોને પ્રતિ કિલો જે પશુ આહાર બની રહ્યો છે તેમાં 40 પૈસા જેટલી રાહત થવાની છે. જેના કારણે ગુજરાતમાં 28થી 29 લાખ ટન પશુ આહાર આવે છે અને તેનાથી દૂધનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. આ મોલાસીસનું જીએસટી ઘટવાના કારણે લગભગ 100 કરોડ રૂપિયાની રાહત થવાની છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયના કારણે પશુપાલકોના ભારણ ઘટશે.

  1. Onion Cultivation: આંતર પાક તરીકે ડુંગળીની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે ખેડૂતો
  2. Sabarkatha news: કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ન કરનારા ખેડૂતો માટે બટાકાની ખેતીએ રાતા પાણીએ રડાવ્યા

Last Updated : Nov 2, 2023, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.