સુરત ગુજરાત વિધાનસભાને લઈને આમ આદમી પાર્ટી તડતોડ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં કેટલાક વિસ્તારોમાં ઉમેદવાર પણ જાહેર કરી નાખ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ (Aam Aadmi Party Gujarat) ઈટાલીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ પોતે કરેલા વાયદાઓ ચૂંટણી વખતે પુરી કરતી જાણીતી પાર્ટી છે. તો બીજી તરફ જૂની પેન્શન યોજનાને લઈને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર પણ કર્યા હતા.(Gujarat assembly elections)
આખો દેશ જાણે છે પાર્ટીને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ AAPના નેતા ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ પોતે કરેલા વાયદાઓ ચૂંટણી વખતે પુરી કરતી જાણતી પાર્ટી છે. આખો દેશ જાણે છે કે આમ આદમી પાર્ટી જે બોલે છે તે કરીને બતાવે છે. એવું નથી કે ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા વાયદાઓ સરકાર બન્યા બાદ સાડા ચાર વર્ષ સુધી કોઈ કામ નહીં કરવાનું. આપ આદમી પાર્ટી (Gopal Italia attacks BJP) જે બોલે છે તે ચૂંટણી જીત્યા બાદ તાત્કાલિક એક મહિનાની અંદર જ કરેલા વાયદાઓ પૂર્ણ કરવા માટે જાણીતી પાર્ટી છે. આ દ્રષ્ટિકોણથી આખા દેશની અંદર આમ આદમી પાર્ટી માટે એક અલગ જ વિશ્વાસ છે. (leader of aam aadmi party)
પંજાબમાં વાયદા પર ખરી ઉતરી AAP પંજાબમાં ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલ (Aam Aadmi Party) અને ભગવત માને લઈને કહ્યું હતું કે, ચૂંટણી પછી માત્ર છ મહિનાની અંદર જ એક પછી એક યોગ્ય નિર્ણયો લઈ જનતાની જે વાયદાઓ આપવામાં આવ્યા હતા. તેમના વિશ્વાસ અને વાયદાઓ ઉપર આમ આદમી પાર્ટી આજે ખરી ઉતરી છે. આજે દિવાળીનો તહેવારની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે કેબિનેટની અંદર સિદ્ધાંતિક વહીવટી મંજૂરી મળી ચૂકી છે. જે થકી ટૂંકા સમયમાં પંજાબના સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરી છે. આ ગુજરાતની અંદર પણ શક્ય છે. (Gujarat Assembly Election 2022)
કર્મચારીઓ સરકાર વચ્ચે મજબૂત કડીઓ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ તરત જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. કારણ કે સરકાર માટે કામ કરતા કર્મચારીઓ સરકાર વચ્ચે મજબૂત કડીઓ છે. કર્મચારીઓના માધ્યમથી સરકારની તમામ યોજનાઓ લોકો સુધી પહોંચે છે. સરકાર અને જનતા વચ્ચેની પાવરફુલ કડી એટલે કે સરકારી કર્મચારીઓ જોડે જો અન્યાય થાય તો એ યોગ્ય ન કહેવાય. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓ ધારણા, કાળી પટ્ટી, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. (aam aadmi party gujarat list)
ભાજપ પર આકરા પ્રહાર વિરોધ પ્રદર્શનને લઇને ભાજપ પર પ્રહાર કરતા ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે સત્તાના નશામાં ચૂર ભારતીય જનતા પાર્ટીની સરકારને કોઈ ફરક પડતો નથી. ત્યારે હું ગુજરાતના સહુ કર્મચારીઓને (aap party gujarat) વિનંતી કરું છું કે, આમ આદમી પાર્ટીને એક તક આપવામાં આવે એક મોકો અરવિંદ કેજરીવાલને આપવામાં આવે. આમ આદમી પાર્ટી ચૂંટણી જીત્યા બાદ જે રીતે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરી છે. તેજ રીતે ગુજરાતમાં લાગુ કરશે. (Gopal Italia attacks BJP in Surat)