સુરત: શહેરના એરપોર્ટ પર સ્ટેન્ડ ટુ કસ્ટમ વિભાગના અધિકારીઓ અત્યાર સુધી કેપ્સુલ સ્વરૂપે તથા લગેજમાં ચોરખાના બનાવીને કરવામાં આવતી દાણચોરીને પકડતા હતા. પરંતુ આ વખતે કસ્ટમ વિભાગના અધિકારીઓને યાત્રીઓનો લગેજ લઈ જનાર ટ્રેક્ટર ટ્રોલી માંથી રૂપિયા 60 લાખથી વધુનો મોબાઇલના ફ્લિપ કવરમાં છુપાવામાં આવેલા સોનુ મળી આવ્યું હતું.
સ્ટમ વિભાગને જાણકારી: સુરતના કસ્ટમર વિભાગના અધિકારીઓની નજર ટ્રેક્ટર ટ્રોલી પર પડી હતી. જેમાં એક મોબાઈલના ફ્લિપ કવરમાં શંકાસ્પદ અવસ્થામાં જોવા મળ્યું હતું. જ્યારે કસ્ટમના અધિકારીઓએ આ ફ્લિપ કવરની ચકાસણી કરી ત્યારે તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. કારણકે તેની અંદર એક- બે નહીં પરંતુ 110 ગ્રામની કુલ 10 સોનાની બિસ્કટો મળી આવ્યા હતા. સુરતમાં એક માત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. જ્યાં સુરતથી-શાહજહા માટેની ડાયરેક્ટ ફ્લાઈટ છે. અગાઉ પણ દાણચોરીની ઘટના આ એરપોર્ટ પરથી સામે આવી છે. પરંતુ આ વખતે જે દાણચોરીની ઘટના સામે આવી છે ચોંકાવનારી છે. જોકે, આવી રીતે સોનું કોણે અને ક્યારે મંગાવ્યું એ અંગે તપાસ ચાલું છે.
1100 ગ્રામ સોનુ: શાહજહાં-સુરત એર ઇન્ડિયાની ફ્લાઈટમાં યાત્રા કરી રહેલા યાત્રીઓનો સામાન પ્લેનમાંથી ટ્રેક્ટર ટ્રોલી મારફતે સુરત એરપોર્ટ પર લાવવામાં આવી રહ્યો હતો. કસ્ટમ વિભાગના અધિકારીઓની નજર ટ્રેક્ટર ટોલી પર પડી હતી. તેમાં મોબાઇલનું એક ફ્લિપ કવર કસ્ટમર અધિકારીઓને મળી આવ્યું હતું. જેની તપાસ કરતા મોબાઈલના ફ્લિપ કવરમાં 10 સોનાની બિસ્કટો મળી આવી હતી. રૂપિયા 60 લાખની કિંમતનું 1100 ગ્રામ સોનું કોઈ મુસાફરનું મળી આવ્યું હતું.
આ પણ વાંચો Surat News: કેન્દ્ર સરકારની બજેટમાં લેબ્રોન ડાયમંડનો વિકાસ થાય તે જરુરી: સી. આર.પાટીલ
પ્રથમવાર એવી ઘટના બની: સુરત શાહજહાં ફ્લાઈટ મારફતે દાણચોરીની ઘટના અગાઉ પણ પ્રકાશમાં આવી ચૂકી છે. એક યાત્રીઓ કેપ્સુલ સ્વરૂપે અથવા તો લગેજમાં ચોરખાના બનાવીને દાણચોરીની ઘટનાને અંજામ આપતા હતા. પરંતુ પ્રથમવાર એવી ઘટના બની છે કે કોઈ યાત્રીએ દાણચોરીની ઘટના તો કરી છે. પરંતુ, આ મોબાઈલ ફ્લિપનો સહારો લીધો હતો. જોકે આ દાણચોરી કોણે કરી અથવા તો કોઈએ ભૂલથી ટ્રેક્ટર ટ્રોલીમાંથી મોબાઇલ ફ્લિપ કવર મૂકી ગયું છે. તે અંગેની તપાસ કસ્ટમ વિભાગના અધિકારીઓએ શરૂ કરી છે.