ETV Bharat / state

Surat Gold Smuggling : આંતરવસ્ત્રોમાં આવી રીતે છૂપાવ્યું હતું સોનુ... સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીની ઘટના - Customs Department Officers

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શારઝહાંથી એકમાત્ર ઈન્ટરનેશનલ ફ્લાઈટ આવે છે. અવારનવાર આ ફ્લાઈટમાં દાણચોરીના બનાવો બનતા હોય છેે. અગાઉ કેપ્સુલ અને મોબાઈલ કવરમાં પણ સોનાની દાણચોરીની ઘટના સામે આવી ચુકી છે. પ્રથમવાર એક યાત્રીએ અંતરવસ્ત્રમાં સોનની દાણચોરી કર્યાની ઘટના સામે આવી છે.

Surat Gold Smuggling : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરી

author img

By

Published : Jun 22, 2023, 1:02 PM IST

સુરત : ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ ફરી એક વખત વિમાનના એક યાત્રી પાસેથી સોનાની દાણચોરી ઝડપી પાડી છે. આ યાત્રી અંતરવસ્ત્રમાં સોનું પાવડર સ્વરૂપે લઈને આવ્યો હતો. યાત્રીએ તેના બેલ્ટ તથા ટ્રોલી બેગમાં પણ સોનુ છુપાવ્યું હતું. આ યાત્રી પાસેથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ કુલ રૂ.60 લાખથી પણ વધુનું સોનું જપ્ત કર્યું હતું.

અનોખો કિમિયો : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ વિભાગના અધિકારીઓને માહિતી મળી હતી કે, શારજહાંથી સુરત આવતા પ્લેનમાં એક યાત્રી ગેરકાયદેસર રીતે સોનું લાવી રહ્યો છે. જેથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ યાત્રીઓની તપાસ હાથ ધરી હતી. એક યાત્રીએ પેન્ટ પર કાળા રંગનો બેલ્ટ પહેર્યો હતો. પરંતુ આ બેલ્ટમાં જે બક્કલ લાગ્યું હતું તે સોનાનું હતું. જ્યારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી ત્યારે ખબર પડી કે તેને બક્કલ ગોલ્ડ કોટેડ કર્યું હતું.

સોનાની કિંમત 60 લાખથી વધુ : કસ્ટમ વિભાગના અધિકારીઓએ યાત્રીના બીજા સામાનની તપાસ શરૂ કરી હતી. ત્યારે યાત્રીના ટ્રોલી બેગની ચારેય બાજુના ફાઇબર પ્લાસ્ટિકની અંદર સોનાનો વાયર છુપાવ્યો હતો. સોનાની દાણચોરી કરવા માટે આ નવો કિમિયો યાત્રીએ અપનાવ્યો હતો. એટલું જ નહીં આ યાત્રીએ અંતરવસ્ત્રમાં સોનાનો પાવડર પણ મૂકી રાખ્યો હતો. સુરત એરપોર્ટ પર આ પ્રથમ ઘટના છે જ્યારે દાણચોરી કરવા માટે અંતરવસ્ત્રમાં સોનું છુપાવવામાં આવ્યું હતું. આ વ્યક્તિ પાસેથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ 922.66 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. જેની કિંમત રૂ.60.54 લાખ થાય છે.

પ્રથમવાર આવો બનાવ : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ શારજહાંથી આવતી એક માત્ર ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં અવારનવાર દાણચોરીની ઘટના સામે આવતી હોય છે. પરંતુ પ્રથમ વાર સોનાની દાણચોરી કરવા માટે કોઈ યાત્રીએ અંતરવસ્ત્રોનો ઉપયોગ કર્યો છે. ટ્રોલી બેગના ફાઇબર પ્લાસ્ટિકની અંદર સોનાનો વાયર છુપાવ્યો હોવાનું બહાર આવ્યું છે. અગાઉ અનેક વખત કેપ્સુલ અને મોબાઈલ કવરમાં પણ સોનાની દાણચોરીની ઘટના સામે આવી ચુકી છે.

  1. Surat News : શા માટે સુરત એરપોર્ટ પર બે વાર બે ફ્લાઇટ રનવે પર આમને સામે જોવા મળી, જાણો કારણ...
  2. Yoga Day 2023: યોગ દિવસ પર સુરત જયપુરનો રેકોર્ડ બ્રેક કરશે, 1.25 લાખથી વધુ લોકો એક સાથે યોગ કરશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.