- સુરતના ડિંડોલી વિસ્તારમાં FYBA માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત
- અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું પ્રથમીક તપાસ
- દીકરીના આપઘાત પરિવારમાં શોકનો માહોલ
સુરતઃ શહેરના ડિંડોલી(Dindoli of Surat) વિસ્તારમાં FYBA માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરે એકલતામાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત(Student strangled to death ) કર્યો હતો. એક ને એક દીકરીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ.
તાત્કાલિક 108ની મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
સુરતના ડિંડોલી વિસ્તારની એક વિદ્યાર્થિનીએ પોતાના રૂમમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત (Student's suicide)કરી લીધો હતો. માતા કામ પરથી ઘરે આવતા તેણે રૂમનો દરવાજો ખખડાવ્યો અને બોલાવ્યો પણ દીકરી બહાર આવી ન હતી અંતે માતાએ પડોસીઓને બોલાવી રૂમનો દરવાજો તોડી અંદર જઈ જોયું તો પંખા ઉપર લટકતી જોવા મળી હતી. લટકતી જોઈ માતા સ્તબ્ધ થઈ ગઈ હતી.પડોસીઓએ તાત્કાલિક 108ની મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી. પોલીસે આ બાબતે આપઘાતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પિતાના અવસાન બાદ તે ખૂબ જ ઉદાસ રહેતી
આ બાબતે મુજકર વિના ભાઈ પંકજ પાટીલે જણાવ્યું કે તેણે એકલતામાં કોઈ કારણોસર આપઘાત કર્યો હતો. મારા નાના કાકાની છોકરી હતી. મારા નાના કાકા એક વર્ષ પહેલાં જ અવસાન થયું હતું. વિદ્યાર્થિની FYBA માં અભ્યાસ કરતી હતી તે મહારાષ્ટ્રના અરમેનેલ જિલ્લામાં આવેલ પ્રતાપ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે પણ એક્સટર્નલ અભ્યાસ કરી રહી હતી. પરીક્ષા આવે તે પરીક્ષા આપવા માટે ગામ જતી રહેતી હતી. એ પોતાના પિતા જોડે ખૂબ જ લગાવ હતો પિતાના અવસાન બાદ તે ખૂબ જ ઉદાસ રહેતી એક વર્ષ પહેલાં સુરત આવી હતી. તે ભણવામાં પણ ખૂબ જ હોંશિયાર હતી. પિતાના અવસાન બાદ માતાને મદદરૂપ થાય તે માટે સુરત આવી હતી પરંતુ માતા પોતે સાડીમાં ટિકીઓ લગાવી પરિવારનું ગુજરાન કરતી હતી. માતા કામ ઉપર ગયા બાદ અસલી આખો દિવસ ઘરે જ એકલી રહેતી હતી તેની પાસે એન્ડ્રોઇડ ફોન પણ ન હતો કયા કારણોસર આપઘાત કર્યો તે અમને પણ જાણ નથી.પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad Municipal Corporation ખાનગી સંસ્થા સાથે મળી 100 વર્ષ જૂની 50 પોળોનો કરશે વિકાસ
આ પણ વાંચોઃ ફાયર સેફ્ટી મુદ્દે હાઈકોર્ટની મહત્વપૂર્ણ નોંધ: અગાઉ કોર્ટે કરેલા આદેશોની અમલવારી સંપૂર્ણ રીતે કરાઈ નથી