ETV Bharat / state

શાળા ડ્રોપ કરનારી દીકરીઓને નિ:શુલ્ક શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે સુરતના આ શિક્ષક - education

સુરતની સરકારી શાળાના આચાર્ય નરેશ મહેતા આર્થિક અને સામાજિક કારણોસર ભણતર છોડી દેનારી દીકરીઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે, ત્યારે છેલ્લા 6 વર્ષમાં આચાર્ય નરેશ મહેતાએ શાળા ડ્રોપ કરનારી આશરે અઢીસોથી વધુ દીકરીઓને તેમના ઘરે જઈ નિ:શુલ્ક શિક્ષણ આપી પગભર કરી હતી.

શાળા ડ્રોપ કરનારી દીકરીઓને નિ:શુલ્ક શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે સુરતના આ શિક્ષક

author img

By

Published : Jul 23, 2021, 12:34 PM IST

  • આર્થિક અને સામાજિક કારણોસર ભણતર છોડી દેનાર દીકરીઓને શિક્ષણનું ભગીરથ કાર્ય
  • અત્યાર સુધી શાળા ડ્રોપ કરનાર 250 થી પણ વધુ વિદ્યાર્થીનીઓએ બોર્ડની પરીક્ષા આપી
  • ધોરણ 10 અને 12 ની તૈયારીઓ કરાવે છે.

સુરત : આજે ગુરુપૂર્ણિમાં છે અને ભારતીય સંસ્કૃતિમાં ગુરુને દેવતુલ્ય ગણવામાં આવે છે. દેશમાં એક બાજુ ફી લઇ બાળકોને ભણાવવામાં આવે છે, ત્યારે બીજી બાજુ સુરતના સરકારી શાળાના આચાર્ય નરેશ મહેતા આર્થિક અને સામાજિક કારણોસર ભણતર છોડી દેનારી દીકરીઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. છેલ્લા છ વર્ષમાં તેઓએ શાળા ડ્રોપ કરનારી આશરે અઢીસોથી વધુ દીકરીઓને તેમના ઘરે જઈ નિ:શુલ્ક ભણાવી પગભર કરી છે.

શાળા ડ્રોપ કરનારી દીકરીઓને નિ:શુલ્ક શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે સુરતના આ શિક્ષક

ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓને નિ:શુલ્ક અભ્યાસની તક

સુરતમાં નરેશ મહેતા દ્વારા શાળા ડ્રોપ કરનારી વિદ્યાથીઓને ઘરેજ નિ: શુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં શાળા ડ્રોપ કરનારી 250થી પણ વધુ વિદ્યાર્થીનીઓએ બોર્ડની પરીક્ષા આપી શકી છે અને તેમાંથી એક તલાટી પણ બની છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળા નંબર 114 સંત ડોંગરેજી મહારાજ શાળાના આચાર્ય નરેશ મહેતા છેલ્લા 18 વર્ષથી શિક્ષણ સમિતિની શાળામાં કાર્યરત છે. તેઓ ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ભણાવે છે પરંતુ તેની સાથો સાથ તેઓ ખાસ વિદ્યાર્થીનીઓને ભણાવી રહ્યા છે કે, જેઓ આર્થિક અને સામાજિક કારણોસર શાળા છોડી ચૂકી છે. પરિવારના ભારણમાં સહયોગી બનવા માટે જે છોકરીઓ સિલાઈકામ, ભરતકામ અને સાડીમાં લેસ લગાવે છે એવી યુવતીઓને ઘરે જઈ નરેશ મહેતા નિ:શુલ્ક ભણાવે છે અને તેમને ધોરણ 10 અને 12 ની તૈયારીઓ કરાવે છે.

આ પણ વાંચો: Bhuj: પાંજરાપોળ શેરીમાં કોરોના વેક્સિનના બંને ડોઝ લઈને આવો અને મેળવો "સ્પેશિયલ ડિસ્કાઉન્ટ"

આર્થિક અને સામાજિક કારણોસર દીકરીઓ શાળા ડ્રોપ કરે છે

આચાર્ય નરેશ મહેતાએ જણાવ્યું હતું કે, સરકારી શાળા ધોરણ 8 સુધીની હોય છે. આઠ પછી વિદ્યાર્થીઓને પ્રાઇવેટ શાળામાં ભણવું પડે છે. પરંતુ આર્થિક અને સામાજિક કારણોસર અનેક પરિવાર દીકરીઓને પ્રાઇવેટ શાળામાં એડમિશન અપાવતા નથી. ઘણી દીકરીઓ શાળા ડ્રોપ આઉટ કરીને પરિવારના ભરણપોષણમાં મદદ કરતી હોય છે અને સીવણ કામ કરે છે અને સાડીમાં લેસ લગાવે છે. નરેશભાઈએ અત્યાર સુધી અઢીસો જેટલી દીકરીઓને ભણાવી છે. આ વર્ષે પણ 45 દીકરીઓને ભણાવવામાં આવી રહી છે. જેમાંથી 7 ધોરણ 10ની રિપીટર વિદ્યાર્થીની છે. 14 વિદ્યાર્થીની રેગ્યુલર છે અને એમાંથી 24 શાળા ડ્રોપ કરી ચૂકેલી વિદ્યાર્થીનીઓ છે. ઘણીવાર જોવા મળે છે કે, આજે પણ દીકરીઓ પ્રત્યે પરિવારનું વલણ નરમ છે. લોકો દીકરાને શાળા ડ્રોપ નથી કરાવતા પરંતુ આર્થિક અને સામાજિક કારણોસર દીકરીઓને શાળા ડ્રોપ કરાવતા હોય છે. આવી દીકરીઓને પગભર કરવા અને આત્મવિશ્વાસ વધારવા માટે હું નિશુલ્ક ભણાવું છું.

આ પણ વાંચો: જાણો દર્દીઓની નિ:શુલ્કપણે સેવા કરતા અંજારની સાંઈ આશિર્વાદ હોસ્પિટલ વિશે

સીવણ કામ કરી તે પરિવારની મદદ કરે છે

નરેશ મહેતાની વિદ્યાર્થીની દેવિકાએ જણાવ્યું હતું કે, નવ વર્ષ પહેલા તેણે શાળા છોડી દીધી હતી કારણ કે, પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. સાડીમાં લેસ લગાવી અને સીવણ કામ કરી તે પરિવારની મદદ કરે છે. પરંતુ નરેશ સરના કારણે તેને નવી દિશા મળી છે. તે સીવણ કામની સાથોસાથ ભણે પણ છે. હવે ધોરણ 10 એક્સટર્નલની તૈયારી કરી રહી છું અને સરને આત્મવિશ્વાસ છે કે, હું એક દિવસ ડોક્ટર બનીશ અને તેમનું સ્વપ્ન પૂર્ણ કરીશ.

અમારી અંદર આત્મવિશ્વાસ જગાવ્યો

અન્ય વિદ્યાર્થી પારુલે જણાવ્યું હતું કે, તેને ધોરણ 10 માં 70 ટકા મેળવ્યા હતા અને ત્યારબાદ તેને સાયન્સમાં એડમિશન લીધું હતું. ધોરણ-11 સાયન્સમાં તેને 73 ટકા મેળવ્યા હતા. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે ભણવાનું છોડી દીધું હતું.. પરંતુ નરેશ સરના કારણે ફરીથી ભણવાની પ્રેરણા મળી અને આટ્સમાં ધોરણ 12 ની પરીક્ષા આપવા માટે તૈયારીઓ કરી રહી છું. સર નો આભાર છે કે તેઓએ અમારી અંદર આત્મવિશ્વાસ જગાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.