ETV Bharat / state

સુરતના પૂર્વ મેયર ડો. જગદીશ પટેલે ચૂંટણીમાં કોઇપણ પૂર્વ મેયરને રિપીટ ન કરવાના નિર્ણયને આવકાર્યો - સી.આર. પાટીલ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ શકે છે, ત્યારે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, 6 મહાનગર પાલિકામાં કોઇપણ પૂર્વ મેયરને રિપીટ કરવામાં નહીં આવે. ત્યારે પાર્લામેન્ટરી બેઠકમાં લેવાયેલા નિર્ણયને સુરતના પૂર્વ મેયર ડોક્ટર જગદીશ પટેલે આવકાર્યા હતા.

ડો.જગદીશ પટેલની પ્રતિક્રિયા
ડો.જગદીશ પટેલની પ્રતિક્રિયા
author img

By

Published : Feb 4, 2021, 3:24 PM IST

Updated : Feb 4, 2021, 4:35 PM IST

  • સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પૂર્વ મેયરને રિપીટ ન કરવાનો નિર્ણય
  • ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેરાત
  • પાર્લામેન્ટરી બેઠકમાં લેવાયેલો નિર્ણય

સુરત: સુરત મહાનગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ શકે છે, ત્યારે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે,6 મહાનગરપાલિકામાં કોઇપણ પૂર્વ મેયરને રિપીટ કરવામાં નહીં આવે. ત્યારે પાર્લામેન્ટરી બેઠકમાં લેવાયેલા આ નિર્ણયને સુરતના પૂર્વ મેયર ડોક્ટર જગદીશ પટેલે આવકાર્યા હતા.

નિર્ણય ખૂબ જ સરાહનીય

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સ્પષ્ટ કરી દીધું હતું કે, 6 મહાનગરપાલિકામાં એક પણ મેયરને રિપીટ કરવામાં નહીં આવે. ચૂંટણીમાં આ વખતે તમામ મહાનગરપાલિકાના એક પણ મેયરને ટિકિટ આપવામાં આવી નથી. પાર્લામેન્ટરી બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ સુરતના પૂર્વ મેયર ડો. જગદીશ પટેલે જણાવ્યું હતું કે, પાર્ટી દ્વારા લેવાયેલો આ નિર્ણય ખુબ જ સરાહનીય છે. હવે નવા લોકોને તક મળવી જોઈએ અને 6 મહાનગરપાલિકાના તમામ પૂર્વ મેયર દ્વારા ટિકિટ માગવામાં પણ આવી નથી. પક્ષ દ્વારા લેવાયેલો આ નિર્ણય આવકારદાયક છે.

ડો.જગદીશ પટેલની પ્રતિક્રિયા

પક્ષ માટે કામ કરવા માટે દરેક કાર્યકર્તાઓ ઉત્સુક

60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ નહિં આપવાના નિર્ણય અંગે તેઓએ જણાવ્યું હતું કે, પક્ષમાં કોઈ પણ નારાજગી અત્યાર સુધી સામે આવી નથી અને પક્ષ માટે કામ કરવા માટે દરેક કાર્યકર્તાઓ ઉત્સુક છે. પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ખૂબ જ પરિપક્વ નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈ અમે આનંદિત છીએ.

Last Updated : Feb 4, 2021, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.