ETV Bharat / state

Forest Fire in Mangrol : માંગરોળના બણભા ડુંગરના જંગલ વિસ્તારમાં આગ લાગી, જાણો લેટેસ્ટ અપડેટ - સુરત વન વિભાગ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના બણભા ડુંગરના જંગલ વિસ્તારમાં આગ લાગી હતી. જેને પગલે સુરત વન વિભાગની ટીમ દોડતી થઈ હતી. આગ લાગતાં જંગલનું સૂકું ઘાસ બળીને ખાક થઈ ગયું હતું. આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

Forest Fire in Mangrol : માંગરોળના બણભા ડુંગરના જંગલ વિસ્તારમાં આગ લાગી, જાણો લેટેસ્ટ અપડેટ

author img

By

Published : Mar 11, 2023, 8:29 PM IST

આગ પર કાબૂ મેળવી લેવાયો છે

સુરત : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના બણભા ડુંગરના જગલ વિસ્તારમાં આજરોજ બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી.જંગલ વિસ્તારમાં આગ લગતા અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ માંગરોળ વન વિભાગની ટીમને થતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બે થી ત્રણ કલાકની ભારે જહેમત બાદ વન વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં બણભા ડુંગર પરનું સૂકું ઘાસ બળીને ખાક થયું હતું. આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતાં.

દોઢ હેક્ટરમાં આગ ફેલાઈ : માંગરોળ તાલુકા વન વિભાગના RFO હિરેન પટેલે જણાવ્યું હતું કે બણભા જંગલ વિસ્તારમાં આગ લાગી હોવાની માહિતી મળતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. આ આગ આકસ્મિક રીતે લાગી હોવાની શક્યતા છે અને ઘટનામાં કોઈ પ્રાણી આગની લપેટમાં આવ્યું નથી. હાલ સંપૂર્ણ રીતે આગ કાબૂમાં છે.

આ પણ વાંચો Forest Fire in Mahisagar : મહીસાગરના જંગલમાં વિકરાળ આગથી કિલોમીટરો સુધી ધુમાડાના ગોટા મળ્યા જોવા

બણભા ડુંગર આદિવાસી સમાજના દેવનું ધાર્મિક સ્થળ છે :સુરત જિલ્લાના માંગરોળ તાલુકામા આવેલ બણભા ડુંગર આદિવાસી સમાજના દેવનું ધાર્મિક સ્થળ છે. સરકાર દ્વારા બણભા ડુંગરને પ્રવાસન સ્થળ પર જાહેર કરવામાં આવ્યું છે. આ બણભા ડુંગર પર દૂર દૂરથી આદિવાસી સમાજના લોકો દર્શન કરવા આવે છે તેમજ ચોમાસાની ઋતુમાં આહ્લાદક દ્ર્શ્યો જોવા મળે છે અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય છે.

આ પણ વાંચો ડાંગના દક્ષિણ ઝોન વિભાગના બોડારમાળ ગામના જંગલમાં આગ લાગી

ઊનાળામાં જંગલ વિસ્તારોમાં આગ લાગવાના બનાવ વધે છે : ઉનાળાની ઋતુની શરૂઆતમાં તાપમાનનો પારો ઉંચો જતા જંગલોમાં આગના બનાવ સામે આવે છે. ગુજરાતના ઉત્તર છેડે આવેલ અરવલ્લીના જંગલોમાં આગની ઘટનાઓ બની હતી. વર્ષ 2021માં મોડાસાના સાકરીયા નજીક ગોરીટીંબાના જંગલમાં એકાએક આગ લાગી લાગવાની ઘટના બની હતી જેમાં વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. કુડોલ અને અણીયોર મુવાડાના જંગલમાં ભીષણ આગ લાગતા રહીશોમાં ફફડાટ વ્યાપ્યો હતો. રહેણાંક વિસ્તાર સુધી આગ ન પ્રસરે તે માટે વન વિભાગના કર્મચારીઓએ તાત્કલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવો પડતો હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.