ETV Bharat / state

અમદાવાદમાં આગની દુર્ઘટના બાદ ડાયમંડ સીટી બન્યું સતર્ક

સુરત: સુરત ફાયર વિભાગ દ્વારા સાત જેટલા ઝોનમાં કડક કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા શોપિંગ મોલ અને કોમ્પલેક્ષમાં સીલીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોમ્પલેક્ષના અને મોલ સંચાલકોને ફાયર દ્વારા બે વખત નોટિસ પાઠવ્યા છતાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામાં ઉદાસીન વલણ દાખવવામાં આવ્યું હતું. આખરે મનપા કમિશ્નરના આદેશ બાદ સુરતના કુલ 16 જેટલી જગ્યાઓ પર સીલીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે પૈકી સુરતના વેસુ વિસ્તારમાં આવેલા રિચમંડ પ્લાઝાને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું છે.

surat
author img

By

Published : May 15, 2019, 11:55 AM IST

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા આગમ આર્કેેડમાં આગની ઘટનામાં 3 લોકોના જીવ હોમાયા છતાં શહેરના મોલ અને કોમ્પ્લેક્ષના સંચાલકો ફાયર સેફટી મુદ્દે ઉદાસીન વલણ દાખવી રહ્યા છે. જે બાદ હવે સુરત ફાયર વિભાગ પણ હરકતમાં આવ્યું છે. ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામાં આંખ આડા કાન કરતા મોલ અને કોમ્પ્લેક્ષ સંચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરત ફાયર વિભાગ દ્વારા કુલ સાત ઝોનમાં આવેલા મોલ અને કોમ્પ્લેક્ષની કુલ 1200થી વધુ દુકાનોને સીલ કરવામાં આવી છે. ફાયર વિભાગની કાર્યવાહીના પગલે મોલ સંચાલકોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

R_GJ_05_SUR_15MAY_01_FIRE_NOTICE_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત: અમદાવાદ ખાતે બાળકોની હોસ્પિટલ માં બનેલી આગની ઘટના બાદ સુરત ફાયર વિભાગ પણ સતર્ક થયું છે.. સુરત ફાયર વિભાગ દ્વારા આજરોજ સાત જેટલા ઝોનમાં કડક કાર્યવાહી નો દૌર શરૂ કરવામાં આવ્યો છે .ફાયર વિભાગ દ્વારા શોપિંગ મોલ અને કોમ્પલેક્ષમાં સીલીંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોમ્પલેક્ષના અને  મોલ સંચાલકોને ફાયર દ્વારા  બે બે વખત નોટિસ બજાવ્યા છતાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામાં ઉદાસીન વલણ દાખવવામાં આવ્યું હતું.. જ્યાં આખરે મનપા કમિશનરના આદેશ બાદ સુરતના કુલ ૧૬ ઠેકાણા ઉપર સીલીંગ ની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે પૈકી સુરતના વેસુ વિસ્તારમાં આવેલા રિચમંડ પ્લાઝા ને  સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું છે....

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલ આગમ આરકેડ માં આગની ઘટનામ ત્રણ લોકોના જીવ હોમાયા છતાં શહેરના મોલ અને કોમ્પ્લેક્ષ ના સંચાલકો ફાયર સેફટી મુદ્દે  ઉદાસીન વલણ દાખવી રહ્યા છે.બે દિવસ અગાઉ અમદાવાદમાં બાળકોની હોસ્પિટલમાં આગની ઘટના બની ...જે બાદ હવે સુરત ફાયર વિભાગ પણ હરકત માં  આવ્યું છે.ફાયર સેફટીની સુવિધા ઉભી કરવામાં આંખ આડા કાન કરતા મોલ અને કોમ્પ્લેક્ષ સંચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આજ રોજ સુરત ફાયર વિભાગ દ્વારા કુલ સાત ઝોનમાં આવેલ મોલ અને કોમ્પ્લેક્ષ ની કુલ બારસો થી વધુ દુકાનોને શીલ મારી દેવામાં આવ્યું છે.ફાયર દ્વારા બે - બે વખત નોટિસો આપવામાં આવી હોવા છતાં ફાયર સેફટીની સુવિધા અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી ન હતી.જેને લઈ સુરત ફાયર વીભાગે કુલ સાત ઝોનમાં સપાટો બોલાવી શિલિંગ ની કાર્યવાહી કરી છે.ફાયર વિભાગની કાર્યવાહીના પગલે મોલ સંચાલકોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.