સુરત: શહેરના અઠવાગેટ વિસ્તારમાં (Athwagate of Surat city )આવેલ મહાવીર હોસ્પિટલ પાસે સ્કૂલવનમાં અચાનક જ આગ લગતા(Fire in Surat Schoolwan ) અન્ય વિદ્યાર્થીએ ડ્રાઈવરને જાણ કરી કે તમારા ગાડીના પાછળથી ધુમાડો નીકળી રહ્યા છે. આગ લાગી હોય એમ લાગી રહ્યું છે. જેને લઇ ડ્રાઇવર તાત્કાલિક ગાડી સાઇડ ઉપર થોભાવી બહાર નીકળી ગયો હતો અને ત્યાં સુધી તો આગ પણ લાગી ગઈ હતી. ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગ(Surat Fire Department ) ઘટનાસ્થળે પહોંચીને. ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો.
એક અન્ય કાકા આગ બુજવાનો પ્રયત્ન કર્યો હતો
આ બાબતે ફાયર વિભાગે (Surat Fire Department )જાણ કરનાર ધનસુખ જરીવાળા જણાવ્યું કે હું ઘરેથી કોલેજ જવા નીકળ્યો હતો ત્યારે જોયું કે ચાલતી વાનમાં ધુમાડો નીકળી રહ્યો છે. મને લાગ્યું કે હવે આગ પણ લાગશે. જેથી મેં તાત્કાલિક વાન ચાલકને રોકીને કહ્યુ કે, તમારી ગાડીના પાછળના ભાગે આગ લાગી હોંય એમ મને લાગી રહ્યું છે. ધુમાડો નીકળી રહ્યો છે. તમે નીચે ઉત્તરો એમ એટલે ભાઈ નીચે ઉતરી ગયા અને હું પણ ત્યાં જ નજીકમાં એક અન્ય કાકા તરત મોટી ડોલમાં પાણી લઈને આવ્યા અને આગ બુજવાનો પ્રયત્ન કર્યો હતો. મેં પણ ફાયર વિભાગને જાણકરી હતી. ફાયર વિભાગે આગ ઉપર (Overcoming the fire in the schoolvan)પાણીનો મારો ચલવી કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં સિટી બસમાં લાગી આગ, ડ્રાઇવરના સમયસૂચકતાને કારણે જાનહાની ટળી
હું વિદ્યાર્થીનો આભારી છું. એને મારી જાન બચાવી
હું વાન લઈને રાંદેરથી ભટાર જઈ રહ્યો હતો ત્યારે અઠવાગેટ ઉપર જ મને એક વિદ્યાર્થી જે બાઈક ઉપર હતો તેણે મને અટકાવીને કહ્યુ કે તમારી ગાડી માંથી ધુમાડો નીકળી રહ્યો છે. મેં તરત નીચે ઉતરીને જોયું તો હલકી આગ અને ધુમાડો નીકળી રહ્યો છે. એટલે મેં તરત મારી ગાડીનો CNG બાટલો બંધ કર્યો પણ જોત જોતામાં આગ ઝડપથી ફેલાવા લાગી હતી. એમાં એક દુકાનદારે પાણીની ડોલ લાવી આગ બુજવાનો પ્રયત્ન કર્યો પણ આગ ઓલવાઈ નહીં એટલી વારમાં તો પેલા વિદ્યાર્થીએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. હું વિદ્યાર્થીનો આભારી છું. એને મારી જાન બચાવી છે.
આ પણ વાંચોઃ Burning Car In Vadodara : વડોદરાનાં ધારાસભ્ય યોગેશ પટેલની કાર બળીને થઈ ખાખ