સુરત શહેરમાં લોકોએ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી હતી. બીજી તરફ ફટાકડાના (firecrackers for diwali) કારણે કુલ 53 જગ્યાએ આગની ઘટના (fire accident in surat) બની હતી. અહીં ખૂલ્લા ગાર્ડનમાં, બાઈક, બંધ મકાનમાં તથા એક ફેક્ટરીમાં પણ આગની ઘટના બની (fire accident in surat) હતી. આગના કારણે ફાયર વિભાગની ટીમ (Surat Fire Department ) આખી રાત દોડતી રહી હતી. જોકે, આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નહતી. ફાયર વિભાગની (Surat Fire Department) ટીમે તમામ આગ પર કાબૂ મેળવી લીધો હતો.
વેસુ વિસ્તારમાં આવેલ ઓફિરા બિલ્ડીંગના ત્રીજા માળે ગેલેરીમાં આગ (fire accident in surat) લાગતા બિલ્ડીંગના લોકો દોડતા થઈ ગયા હતા. જોકે, વેસુ ફાયર વિભાગ (Surat Fire Department) દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
કોઈ જાનહાની નહીં સૂત્ર તરફથી મળતી માહિતી અનુસાર, વેસુ વિસ્તારમાં આવેલ ઓફિરા બિલ્ડીંગના ત્રીજા માળે ગેલેરીમાં આગ (fire accident in surat) હતી. તે મકાન બંધ હતું અને દિવાળીની રજા હોવાથી પરિવાર બહાર ગયો હતો. ગેલેરીમાં ફટાકડાના કારણે આગ (fire accident in surat) લાગી હતી. બીજી તરફ તમામ સ્થળે આગની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ (Surat Fire Department) નહતી. તે ઉપરાંત ગત દિવાળીની રાત્રિએ 53 સ્થળોએ આગની ઘટના બની હતી.